તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જામનગર કૉંગ્રેસ દ્વારા સતત છઠ્ઠા દિવસે મોંઘવારીનો વિરોધ, આજે ભાજપ કાર્યાલય બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કાર્યાલય બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કરાયો

જામનગરમાં આજે સતત છઠ્ઠા દિવસે મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ યથાવત રહ્યું જ્યારે કોંગ્રેસ દ્વારા શહેર ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા રામધૂન બોલાવી હતી.જામનગરમાં કોંગી કાર્યકરોએ ભાજપ કાર્યાલય સામે રામધૂન બોલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. તેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારા સામે દેખાવ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

દિન-પ્રતિદિન વધતી મોંઘવારી સામે જામનગરમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કુમારમંદિર પાસે આવેલા શહેર ભાજપ કાર્યાલય પાસે જ રામધૂન બોલાવી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે તેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવમાં થઈ રહેલા સતત વધારા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કાર્યક્રમમાં દિગુભા જાડેજા, ધવલ નંદા, આનંદ ગોહિલ, રચનબેન નંદાણીયા, કાસમભાઈ જોખીયા, યુસુફ ખફી, જેનબબેન ખફી, સાજીદ બ્લોચ, સહારાબેન મકવાણા, રામદે ઓડેદરા, રંજનબેન ગજેરા જોડાયા હતાં.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહી છે ત્યારે ભાવ નિયંત્રણ તો દૂરની વાત રહી સતત વધી રહેલા ભાવો પર સરકારનું કોઇ નિયંત્રણ નથી રહ્યું, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છઠ્ઠા દિવસે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં રાંધણગેસ બાટલા, તેલ પેટ્રોલ-ડીઝલ વગેરે ભાવ વધારા બાબતે સરકારની નીતિ વિરોધ કર્યો હતો.

આજે છઠ્ઠા દિવસે કૉંગ્રેસના કાર્યકર્તાઓ પંચેશ્વર ટાવર પાસેથી રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયની બહાર બેસી રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

આજે વોર્ડ નં. 10 અને 11માં લોકોને ફૂલ આપી મોંઘવારી અંગે મંતવ્ય પૂછાશે
મોંઘવારીના વિરોધ કાર્યક્રમ અંતર્ગત મંગળવારે વોર્ડ નં.10 અને 11 માં લોકોને ફૂલ આપી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં દિન-પ્રતિદિન થઇ રહેલો વધારો યોગ્ય છે કેમ તેના મંતવ્ય પૂછવામાં આવશે. > દિગુભા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ

ક્યાં દિવસે કેવો વિરોધ કરાયો : મોંઘવારીના રાક્ષસનો વધ, તેલના ખાલી ડબ્બા ખખડાવ્યા, રાંધણગેસ અને બાઇકની નનામી કાઢી

  • ​​​​​​​બુધવારે શહેરના વોર્ડ નં. 3, 4 અને 5માં મોંઘવારીના રાક્ષસનાે પ્રતિકાત્મક વધ કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા.​​​​​​​
  • ગુરૂવારે શહેરના ત્રણ વોર્ડમાં ખાલી તેલના ડબ્બા ખખડાવી, ભાજપના મહિલા નેતાના માસ્ક પહેર્યા. ​​​​​​​
  • શુક્રવારે વડાપ્રધાન અને સચિવની કોંગ્રેસ કાર્યકરો દ્વરા વેશભૂષા ધારણ કરીને વિરોધ વ્યકત કરાયો હતો..​​​​
  • શનિવારે જામનગરમાં ખડતાલ અને મંજીરા વગાડી, રાંધણગેસના અપ્રોન પહેરીને ભાજપની નીતિ વખોડી.

રવિવારે બર્ધન ચોક વિસ્તારમાં બાઇક અને રાંધણગેસના બાટલાની નનામી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...