મુલાકાત:જામનગર શહેરની શાન સમાન હરવા ફરવાના એકમાત્ર સ્થળને અપાયા છે નવા આકર્ષક રંગરૂપ

જામનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરરોજ સરેરાશ 4084 સહેલાણી લ્યે છે મુલાકાત : 45 કરોડના ખર્ચે નવીનીકરણ બાદ બહારથી આવતા પ્રવાસીઓ માટે બન્યુ આકર્ષણનુ કેન્દ્ર

જામનગરમાં રાજાશાહીના સમયમાં નિર્મિત હાલારની શાન લાખોટા તળાવ સદીઓ સુધી સહેલાણીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર રહયુ હતુ જેનુ થોડાસમય પુર્વે મહાપાલિકા તંત્ર દ્વારા રૂ.45 કરોડના ખર્ચે નવીનીકરણ કરી લોકો માટે ખુલ્લુ મુકાયુ હતુ.રાજાશાહી સમયમાં આગવી સુઝબુઝથી નિર્મિત લાખોટા(રણમલ) તળાવમાં તંત્ર દ્વારા અમુક આધુનિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.જોકે,દાયકાઓ સુધી કોઇપણ ચાર્જ વગર સામાન્ય લોકો હરી ફરી શકતા હતા. જેમાં તંત્ર દ્વારા પ્રવેશ ચાર્જ વસુલ કરાઇ છે.

મહાપાલિકા દ્વારા રૂ.45 કરોડના ખર્ચે હાથ ધરાયેલા પ્રોજેકેટના અંતે આ આકર્ષક લાખોટા તળાવને વર્ષ 2016માં ખુલ્લુ મુકાયુ હતુ.નવીનીકરણ અંતર્ગત જુદા જુદા નવ પ્રવેશ દ્વાર મારફતે લોકો એન્ટ્રી કરી શકે છે.ગત જાન્યુ-2016થી મે-2022 સુધીના સમયગાળા દરમિયાન કામના 2147 દિવસોમાં રણમલ તળાવના 87,69,752 મુલાકાતીઓ નોંધાયા છે.જે થકી તંત્રને રૂ.6,82,97,070ની આવક થઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. આમ,રણમલ તળાવના લોકાર્પણ બાદ 2147 દિવસો દરમિયાન સરેરાશ દરરોજ 4084 મુલાકાતીઓ અને દૈનિક સરેરાશ રૂ.31,810 જેવી આવક થઇ હોવાનુ સામે આવ્યુ છે.

કઇ-કઇ સુવિધાઓ વિકસાવાઇ ?

 • સિન્થેટિક જોગીંગ ટ્રેક
 • પેડેસ્ટ્રીયન પાથ વે
 • બેટરી ઓપરેટેડ કાર ટ્રેક
 • એમ્પીથીયેટર(1000 ક્ષમતા)
 • મ્યુઝીકલ ફાઉન્ટેન વીશ લેશર શો
 • જુદા જુદા ત્રણ ગાર્ડન
 • સીનીયર સિટીઝન પાર્ક
 • ચિલ્ડ્રન પ્લે એરીયા
 • એકસરસાઇઝ ઝોન
 • પેરીફેરી ફાઉન્ટેન

મોર્નિગ-ઇવનિંગ વોકર્સની ખાસ્સી સંખ્યા
શહેરના લાખેણા લાખોટા તળાવમાં દરરોજ વહેલી સવારે અને મોડી સાંજે વોક કરનારો બહોળો વર્ગ છે.શહેરના દુરદુરના વિસ્તારના નાગરીકો પણ નિયમિત રીતે વોર્કિગ માટે તળાવ ખાતે આવે છે જેમના માટે પાસની પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોરોનાકાળમાં સાડા પાંચ માસ બંધ રહ્યું
છેલ્લા સવા છ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન અગાઉ કોરોનાના કાળ દરમિયાન લોકડાઉનના કારણે જુદા જુદા તબકકે તળાવ ખાતે હરવા ફરવા સહિતની તમામ ગતિવિધિઓ બંધ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...