વાતાવરણ ટાઢુબોળ:જામનગર શહેર ટાઢુંબોળ ! લઘુતમ તાપમાન 14 ડિગ્રી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વહેલી સવારે અને મોડી રાત્રે મુખ્ય માર્ગો પર સંચાર બંધી

જામનગરમાં છેલ્લા એક અઠવાડિયા થી લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. જો.કે શનિવારે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયા છતાં વાતાવરણ ટાઢુબોળ બન્યું હતું. આગામી સમયમાં ઠંડી હજુ વધી શકે છે.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે 14 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં થયેલ હિમવર્ષાની અસર પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન તથા ગુજરાતમાં વર્તાઈ રહી છે. ઉત્તરના ઠંડા પવનોએ ગુજરાતમાં પ્રવેશ કરતા તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.

જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેને પગલે લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે રોડ એસી પંખા બંધ કરી ગરમ વસ્ત્ર પહેરવાની ફરજ પડી હતી. વહેલી સવારે અને મોડી રાત્રે રોડ પર સ્વયમ સંચાર બધી જોવા મળી હતી.

મંગળવારે શહેરનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...