તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીનો વિરોધ:જામનગરમાં કૉંગ્રેસે મોટર સાયકલ અને તેલના ખાલી ડબ્બાની નનામી કાઢી, પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

જામનગર20 દિવસ પહેલા
  • પોલીસના ઉચ્ચ અધિકારી અને ધારાસભ્યની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો

જામનગર કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે સતત વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજે ચોથા દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. એક તબક્કે મામલો બંને તરફે જોઈ લેવા સુધી આવી પહોંચ્યો હતો.

પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઈને ગરીબ મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહ્યો છે. ભાવ નિયંત્રણ તો દુરની વાત સતત વધી રહેલા ભાવ પર પણ સરકારનું કોઈ નિયંત્રણ નથી રહ્યું. આવા આક્ષેપ સાથે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

બર્ધન ચોક ખાતે ધારાસભ્ય કોર્પોરેટરો અને કાર્યકરોએ ખાદ્ય તેલ, સિલિન્ડર અને અને સ્કુટરની નનામી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.ભાવ વધારા બાબતે સરકારની નીતિનો વિરોધ દરસાવતા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. બર્ધન ચોક ખાતે કાર્યક્રમની શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક થવા પામી હતી.જોકે બંને પક્ષે મધ્યસ્થી થયા બાદ બર્ધન ચોક થી નિકળેલી રેલી માંડવી ટાવર સુધી લઈ જવાય હતી.જે જગ્યા એ કાર્યક્રમ હતો એ જગ્યા પાસે જ નગરના પ્રથમ નાગરિક સહિતનાઓ હાજર હતા. કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસના કાર્યકરો નનામી બાંધતા હતા ત્યારે પોલીસ આવી ગઈ હતી.

પોલીસે કૉંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયાસ કરતા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે, બાદમાં પોલીસના ઉચ્ચ્ અધિકારી અને ધારાસભ્યની મધ્યસ્થીના કારણે મામલો શાંત પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...