તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કાર્યકરના ચેહરા પર મોદીનું પોસ્ટર ચોટાડી સાયકલ પર આગળ બેસાડીને ધરણા કાર્યક્રમમાં આવ્યા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા અને પ્રદર્શન
  • શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખે ઢોલ સાથે સદબુદ્ધિ દે એવું ગીત ગાઈને વિરોધ કર્યો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરુ સેકસન રોડ પર પેટ્રોલ પંપ સામે ધારણ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મહિલા કોંગ્રેસ દ્વારા ઢોલ લઈ રામધૂન બોલાવી હતી. અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સાયકલમાં બેસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાડી ધરણા કાર્યક્રમમાં આવ્યા હતા. અને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.

મોંઘુ ગેસ મોંઘુ તેલ બંધ કરો નો ખેલ, તેવા સૂત્રધાર કરી ઉગ્ર વિરોધ કર્યો

વિરોધમાં અનેક પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાં ભાજપ તેરા અચ્છા દિન જનતા તેરા પુરા દિન, તોલ મોલ કે ભાઈ પેટ્રોલ કર્યું મોંઘુ ભાઈ ભાજપનું લોલમલોલ ભાઈ ખુલી ગઈ પોલ ભાઈ, મોંઘુ ગેસ મોંઘુ તેલ બંધ કરો નો ખેલ, તેવા સૂત્રધાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના આગેવાનો પેટ્રોલ ભરાવ્યા વગર પાછા આવ્યા

જ્યારે આ ધરણાંના વિરોધ કાર્યક્રમમાં વિપક્ષ નેતા અલ્તાફ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ મહિલા અગ્રણી નયનાબા જાડેજા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, મહામંત્રી સાજીદ બ્લોચ સહિત કોંગ્રેસી કાર્યકરો વિરોધ પ્રદર્શન કરેલા ધરણા સામે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવા પણ ગયા હતા.

જેમાં પેટ્રોલના ભાવ મોંઘા હોવાથી કોંગ્રેસના આગેવાનો પેટ્રોલ ભરાવ્યા વગર પાછા આવ્યા અને પેટ્રોલના ભાવ આસમાને છે તો અમે સાયકલ લઈને ફરશુ એવું જણાવ્યું હતું. અને પેટ્રોલ પંપે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...