પોલિટીકલ:જામનગર શહેરની બેંકનો ફેડરેશનની ચૂંટણીમાં વિજય

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંકસની રસાકસીભરી ચૂંટણી
  • જામનગરના ઉમેદવારને 9 માંથી 8 મત મળતા વિજેતા

રાજયની સહકારી બેંકોના સંગઠન ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનની ચૂંટણીમાં જામનગરની સહકારી બેંકનો વિજય થયો છે. જામનગરના ઉમેદવારને 9 માંથી 8 મત મળતા વિજેતા થયા છે.

રાજયની 225 સહકારી બેંકોના સંગઠન ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના વર્ષ 2021-2025 ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં જે જિલ્લામાં પાંચ સહકારી બેંક હોય તે જિલ્લામાંથી એક ડાયરેકટરની જગ્યા નકકી કરવામાં આવી છે. જામનગર જિલ્લાની 4, વલસાડની 3, સુરેન્દ્રનગરની બે બેંકો સાથે સંયુકત 9 બેંકમાંથી એક ડાયરેકટરની જગ્યા માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ ટર્મમાં જામનગરની નવાનગર બેંકનો ક્રમ હોય બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સે બોર્ડ મેમ્બર હસમુખ હિંડોચાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. બેલેટ પેપર દ્વારા મતદાન કરી ટપાલ મારફતે ફેડરેશનને મોકલવામાં આવ્યા હતાં. મતગણતરી અમદાવાદ સ્થિત ફેડરેશનની ઓફીસ પર કરવામાં આવી હતી. જેમાં નવાનગર બેંકના ઉમેદવાર હસમુખ હિંડોચાને 9 માંથી 8 મત મળતા વિજેતા થયા હતાં. જયારે હરીફ મહિલા બેંકના ઉમેદવાર શેતલબેન શેઠને 1 મત મળ્યો હતો. વિજેતા હસમુખ હિંડોચા ભાજપ શહેરના પ્રમુખ છે જયારે નવાનગર બેંકના ડાયરેકટર છે અને શેતલબેન શેઠ મહિલા બેંકના ડાયરેકટર છે.

અન્ય સમાચારો પણ છે...