તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર અને જિલ્લામાં 35 કોરોના પોઝિટિવ સામે આવ્યા, એક જ એપાર્ટમેન્ટમાંથી 7 લોકો કોરોના સંક્રમિત થતા ફફડાટ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 22 તથા ગ્રામ્ય વિસ્તારમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • હોસ્પિટલોમાંથી 18 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. તેમજ જી.જી.હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે શહેરી વિસ્તારમાં 22 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

શહેરમાં બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી સુચના આપવા આવી

તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેર અને જિલ્લામાં હોસ્પિટલોમાંથી 18 દર્દીઓને સાજા થઈને રજા આપવામાં આવી છે.બીજી બાજુ કોરોના કેસમાં સતત વધારો થતાં તંત્ર અને લોકો માટે ચિંતાજનક બની રહી છે. ત્યારે જિલ્લા કલેકટર અને તંત્ર સોશિયલ ડિસ્ટન્ટ અંગે લોકોને વારંવાર અપીલ કરી રહ્યું છે. બીજી તરફ શહેરમાં બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી સુચના આપવા આવી રહી છે.

ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધુ ચિંતાજનક બની ગયું છે. ત્યારે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા સુરભી એપાર્ટમેન્ટના ફ્લેટમાં કોરોનાની એન્ટ્રી થતા એકસાથે 7 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ગામ વિસ્તારમાં જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે શહેરમાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એમ શહેર અને જિલ્લામાં કુલ મળીને 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો