તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:જામનગરના ઉદ્યોગપતિ બેટરી એસો.ના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા બેટરી એસો.માં વરણી

જામનગરના ઉદ્યોગપતિ ગોલ્ડ સ્ટારના ચેરમેન મુળજીભાઈ પણસારાની ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસોસિયેશનના પ્રમુખપદે સર્વાનુમતે વરણી થતાં જામનગરના ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી ફેલાઇ છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસોસિએશન,ભારત ના દરેક રાજ્ય ના એસોસિએશન નો સમૂહ છે, અને સમગ્ર દેશની બેટરી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.જામનગરના મુળજીભાઈ પણસારાનું બેટરી ઇન્ડસ્ટ્રીમાં યોગદાન કોઈ હોદા કે સત્તાથી પર છે.

મૂળજીભાઈ ગુજરાત સ્મોલ સ્કેલ બેટરી એસોસિએશનના સ્થાપક પ્રમુખ તરીકે એક દાયકાથી સેવા આપે છે, ઉપરાંત ફેડરેશન ના વેસ્ટ ઝોન ના પ્રમુખ તરીકે પણ લાંબા ગાળાથી કાર્યરત છે અને સમગ્ર રાષ્ટ્રના બેટરી ઉદ્યોગના ઉત્કર્ષકમાં ભાગ લે છે. ભારત બેટરી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને તેની આયાત બંધ કરી નિકાસ કરે એ મુળજીભાઈનું સ્વપ્ન છે.

આ સ્વપ્નને સાકાર કરવા તેઓ પોતાની ફેકટરીમાં આધુનિકરણ કરે છે, સાથે જ દેશભરના બેટરી ઉત્પાદકોને પોતાની ફેકટરીમાં બોલાવીને પણ આધુનિકરણ માટે પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય લેવલના ફેડરેશનના પ્રમુખપદે મૂળજીભાઈની નિમણુંક જામનગર ઉદ્યોગ જગત અને સમગ્ર રાજ્યના બેટરી બિઝનેસમેન માટે ગર્વની બાબત બની છે.મુળજીભાઈ ભારતીય બેટરી ઉદ્યોગનું નામ વિશ્વમાં રોશન કરે એવી ઉદ્યોગકારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...