નિયમનો ભંગ:જામનગર- બોટાદ બસમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડાયા

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ દરેક બસમાં સોશિયલ જળવાઈ રહે તે માટે કુલ કેપેસિટીના 50 ટકા જ મુસાફરો બેસાડવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. ત્રણની સીટમાં બે લોકો અને બેની સીટમાં એકને બેસાડવાના હોય છે, પરંતુ શનિવારે જામનગર- બોટાદ રૂટની બસમાં આ નિયમનો ભંગ જોવા મળ્યો હતો. કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા અને કેટલાક લોકોને ઊભા ઊભા આવવું પડ્યું હતું.

બસમાં મુસાફરી કરનાર અને હાલ અભ્યાસ કરતા વૈશાલીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, તે બોટાદથી જામનગર રૂટની બસમાં આવ્યા હતા. બસનો સમય 1.30 કલાકનો હતો અને બસ 1.45 કલાકે ઉપડી હતી. પાળિયાદ આવતાની સાથે જ દરેક રૂટ પર મુસાફરોને બેસાડવાનું શરૂ કર્યું હતું. લોકોનો ટ્રાફિક સતત વધતો રહ્યો હતો.આ ટ્રાફિક જસદણ સુધી રહ્યો હતો. નિયમનો ભંગ કરીને મુસાફરોને ત્રણની સીટમાં બેના બદલે ત્રણ બેસાડવામાં આવ્યા હતા અને બેની સીટમાં બે લોકોને બેસાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...