જામનગરમાં પ્રજ્ઞાચક્ષુ તથા અન્ય દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના 54માં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતાં. આ પ્રસંગે ગુજરાતમાં નેત્રહીન મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતા મહિલા કાર્યકર જયાબેન ખેરાજાભાઈ ઠકરાર તરફથી સંસ્થાના સભાખંડના નામકરણ માટે રૂ.11,00,000 અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે તેણીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યમાં ધો. 10 અને 12 માં ઉચ્ચ ગુણ મેળવનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તથા ઔદ્યોગિક સ્પર્ધામાં વિજેતાઓને જામનગરના ધારાસભ્ય દ્વારા રૂ. 500 નું પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યું હતું. તદઉપરાંત અખિલ હિન્દ અંધજન ધ્વજ દિન પ્રસંગે સહયોગ આપનાર જામનગર જિલ્લાની કુલ 132 શૈક્ષણિક સંસ્થાઓનું સેવાલાક્ષી પ્રવૃત્તિઓ માટે બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, સંસ્થાના પ્રમુખ ચંદુલાલ શાહ, પ્રકાશ મંકોડી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.