હાલારમાં મેઘરાજાએ હેત વરસાવ્યું:જામનગર અને દ્વારાકામાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો, એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાલીયામાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1 ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ
  • કાલાવડમાં સવા ઇંચ, જામજોધપુરમાં અડધો ઇંચ, જામનગરમાં 2 ઇંચ અને જોડીયામાં સાડા ચાર ઇંચ વરસાદ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો?
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જોઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1 ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજોધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં 2 ઇંચ, જોડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ
જામનગર જિલ્લાના ગામે ગામ એટલે પીએચસી સેન્ટર પર નોંધાયેલા વરસાદના આંકડાઓમાં જામનગર તાલુકાના વસઈમાં 2 ઇંચ, લાખાબાવળમાં 1 ઇંચ, મોટી બાનુગાર 1 ઇંચ, ફલ્લા 1 ઇંચ, જામવંથલી 2 ઇંચ, ધુતારપુરમાં સવા ઇંચ, અલીયાબાડા 1 ઇંચ, દરેડ 2 ઇંચ, જોડિયા તાલુકાના હડીયાણા સવા ઇંચ, બાલંભા સવા બે ઇંચ, પીઠડ 1 ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 1 ઇંચ, જાલીયાદેવાણી પોણો ઇંચ, કાલાવડ તાલુકાના મોટાવડાલામાં સવા ઇંચ, જામજોધપુર તાલુકાના જામવાડી અને વાંસજાળિયામાં પોણો-પોણો ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળામાં પોણો ઇંચ, પડાણામાં 2 ઇંચ, મોડપરમાં 2 ઇંચ અને ડબાસંગમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...