તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:જામનગરમાં ફરી બેવડી ઋતું, મહતમ તાપમાન 31.5 ડીગ્રી

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાપમાનમાં આંશિક વધઘટ, લોકો અકળાયા

જામનગર શહેર-જિલ્લામાં તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે બેવડી ઋતુ જેવા માહોલનો અહેસાસ જનજીવન કરી રહયુ છે.જામનગરમાં શુક્રવારે દિવસ અને રાત્રીના તાપમાનમાં આંશિક વધારો થયો હતો જેથી ઠંડીનુ જોર ઘટયુ હતુ તો બપોરે આંશિક તાપનો અનુભવ લોકોએ કર્યો હતો.

જામનગરમાં એકાદ સપ્તાહ સુધી લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ છેલ્લા ત્રણ દિવસથી પારમાં આંશિક વધઘટ સાથે ફુલગુલાબી ઠંડીનો રાત્રીમુકામ યથાવત રહયો છે.ગુરૂવારે 14.5 ડીગ્રીએ રહેલુ રાત્રીનુ તાપમાન વધીને 15.2 ડીગ્રીએ સ્થિર થયુ હતુ જેથી રાતભર વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. સતત ચોથા દિવસે દિવસના તાપમાનમાં અડધો ડીગ્રીના વધારા સાથે પારો 31.5 ડીગ્રીએ પહોચી ગયો હતો.જેથી બપોરના સુમારે આંશિક તાપનો અહેસાસ રાહદારીઓ અને વાહનચાલકોએ કર્યો હતો.શહેરમાં 3 દિવસથી પારામાં અસામાન્ય વધ ઘટ સાથે રાતભર ટાઢનો અડીંગો તો બપોરના સુમારે આંશિક તાપ એમ બેવડી ઋતુનો સંક્રમણ છવાતા જનજીવન પણ અકળાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો