જામનગર શહેર-જિલ્લામાંથી કુલ 12 વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં અલગ અલગ જગ્યા પર ફસાયા છે તે લોકોની સ્થિતિ શું છે કે ક્યા પહોંચ્યા છે ? તેની સ્થાનિક તંત્ર પાસે કોઈ માહિતી નથી. આ બધા વચ્ચે ફસાયેલા લોકોના પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે અને ચારેય બાજુ મદદ માટે અપીલ કરી રહ્યા છે.જામનગર શહેર અને જિલ્લામાંથી યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા કુલ 12 વિદ્યાર્થીઓ અત્યાર સુધી કલેક્ટર કંટ્રોલ રૂમમાં નોંધાયા છે જેમના પરિવારે મદદની તંત્ર પાસે અપીલ કરી છે. કલેક્ટર તંત્રએ આ લીસ્ટ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારે લીસ્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે.
હાલ 12 લોકોની શું સ્થિતિ છે, તેઓ ક્યા છે તેમજ તેમના માટે રહેવા, જમવા વગેરેની શું વ્યવસ્થા છે તેની કોઈ માહિતી જામનગરના સ્થાનિક તંત્ર પાસે નથી. તેઓ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે, સરકાર દ્વારા પાછા લઈ આવવામાં આવતા લોકોમાં જામનગરના લોકોનો પણ સમાવેશ થયો હોય. દરમિયાન ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોના પરિવારજનો અને સગા-વ્હાલાઓમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમ દ્વારા મદદની અપીલ કરી રહ્યા છે.
જામનગરના આ 12 વિદ્યાર્થીઓ ફસાયા છે યુક્રેનની ભૂમિ પર !
(1)યશસ્વી કૈલાશચંદ્ર શાહુ, ઢીંચડા (વિદ્યાર્થી)
(2)કુમાર શશીકાંત શેખર, જોડિયા (વિદ્યાર્થી)
(3)મિલન દોમડિયા, વિભાપર, (વિદ્યાર્થી)
(4)વિવેક વાદી, કાલાવડ (વિદ્યાર્થી)
(5)આદિત્ય શર્મા, વાડીનાર (વિદ્યાર્થી)
(6)દીપ મનપરા, જામનગર (વિદ્યાર્થી)
(7)મંગી દિવ્યા સુનિલભાઈ, જામનગર (વિદ્યાર્થી)
(8)ગોસ્વામી ફુરંગી વિનોદપુરી, જામનગર (વિદ્યાર્થી)
(9)મહર્ષ જીજ્ઞેશભાઈ પટેલ, જામનગર (વિદ્યાર્થી)
(10)હેતવી પારઘી, જામનગર (વિદ્યાર્થી)
(11)સાકેતા વેદુલા, મોટી ખાવડી (વિદ્યાર્થી)
(12)સારડવા કવનકુમાર રમેશ, મોટી ખાવડી (વિદ્યાર્થી)
(13)હમેશ ચેતનકુમાર નિમ્બાર્ક, મોટી ખાવડી (વિદ્યાર્થી)
ભારતીય પ્લેનમાં 2-3 પાછા આવે તેવી શક્યતા
જામનગર શહેર-જિલ્લાના 12 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું કંટ્રોલમાં જાણ છે, અમે સરકારના સંપર્કમાં છીએ. હાલમાં જે પ્લેન યુક્રેનથી ભારત આવી રહ્યું છે તેમાં કદાચ જામનગરના બે-ત્રણ લોકો હોય તેવી શક્યતા છે. શહેર અને જિલ્લાના ઘણા લોકો યુદ્ધ પહેલા આવી ગયા હતા. - ડો. સૌરભ પારઘી, જિલ્લા કલેક્ટર, જામનગર.
વિદ્યાર્થીઓ પાસે રૂપિયા અને ખાવાનું નથી, બહાર પણ નીકળાતું નથી: પરિવારજનો
યુક્રેનમાં ફસાયેલા જામગનરના બે યુવાનો મિલનભાઈ દોમડિયા અને વિવેકભાઈ વાદીના પરિવારજનોએ તેમના યુક્રેનના ખેરસન ઓબ્લાસ્ટમાં ફસાયા હોવાની માહિતી આપી તેમની પાસે પૈસા નથી કે જમવાનું નથી અને બહાર પણ નીકળી શકતા ન હોવાનું તંત્ર સમક્ષ વસવસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બંનેની મદદ કરવા અને સ્વદેશ ફરી શકે તે માટે સહકાર આપવા વિનંતી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.