તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:જામ્યુકોનું કરવેરા વિનાનું 612 કરોડનું બજેટ મંજૂર

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહુમતિથી બજેટ પસાર : વિપક્ષ દ્વારા રાબેતા મુજબ તડાપીટ બોલાવવામાં આવી : સુભાષ ઓવરબ્રિજ સહિતના કામોનો સમાવેશ
 • વિપક્ષની નગરસીમ વિસ્તારની ટેકસ માફી તેમજ શહેરમાં વ્યાજ માફીની માંગણી ફગાવાઇ : જુના કામ ન થયાનો વિપક્ષનો ધારદાર આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાનું 2021-22 ના વર્ષનું 612 કરોડનું બજેટ મંગળવારે મનપાની સમાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ રજુ કર્યું હતું. ત્યારે વિરોધપક્ષએ આ બજેટને આંકડાની માયાજાળ ગણાવ્યું હતું. ગતવર્ષે જે બજેટમાં જોગવાઈ કરેલ હતી તે વિકાસના કામો પણ હજુ દીવા સ્વપ્ન સમાન રહ્યાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. જો કે મેયરએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે સોશ્યલ ડીન્સન્ટન્ટ સાથે ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.

સામાન્યસભામાં સ્ટેન્ડિંગ કમિટીમાં મજુર કરાવવામાં આવેલ મહાનગરપાલિકાનું 2021-2022 ના વર્ષનું બજેટ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા એ રજુ કરતા જણાવ્યું હતું કે આ બજેટમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીના ઓવરબ્રિજ સહીત અનેક નવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નવા કોઈ કરબોજ નાખવામાં આવેલ નથી. આમ છતાં જામનગરનો વિકાસ કરવા માટે થઇને મહાનગરપાલિકા આવકને વધારવાબાકી નીકળતી વસુલાતને વેગવટી કરશે.

બજેટ આંકડાની માયાજાળ છે, મહાપાલિકાનું કરજ વધ્યું છે : વિપક્ષ
બજેટ બેઠકમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખિલજી સહિતના વિપક્ષના કોર્પોરેટરોએ બજેટ બેઠકમાં રાજકીય રીતે શાસકપક્ષ ઉપર ભારે પડેલ હતો. વિરોધપક્ષના કોર્પોરેટરોએ બજેટને આંકડાની માયાજાણ ગણાવ્યું હતું અને ગત વર્ષે જે કામોને બજેટમાં રજુ કરવામાં આવેલ હતા તે કામો પણ હજુ બાકી છે તેવો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જે કામો 2021-22 ના બજેટમાં સૂચવેલ છે કે શહેરીજનોને દીવા સ્વપ્ન સમાન ગણાવ્યા હતા. શહેરીજનો ઉપર દેવું વધ્યું છે. મહાનગરપાલિકાના શાસક પક્ષ આર્થિક બાબતમાં નિષ્ફળ ગઈ છે. મહાનગરપાલિકા હસ્તકની જમીનો વહેચી રહી છે.

નવા આર્થીક કોઈ આવકના ઉભા કરી શકેલ નથી. વિરોધપક્ષ ણા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષો ભાજપનું શાસન હોવા છતાં શહેરીજનોને દેનિક પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકયું નથી. ત્યાં નવા વિકાસના કામોની બજેટના પેઇઝ ઉપર રહે છે.

રચનાબેન અને પૃથ્વીસિંહ-કેશુભાઇ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
રખડતા ઢોરના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રજૂઆત કરતા હતા ત્યારે વચ્ચે બોલાવા બાબતે તેમની ભાજપ કોર્પોરેટર પૃથ્વીસિંહ, કેશુભાઇ સાથે જામી પડી હતી, એક સમયે બન્ને સામ-સામે આવી ગયા હતાં પરંતુ સિનીયર કોર્પોરેટરોએ મધ્યસ્થી કરીને મામલાે થાળે પાડયો હતો.

બજેટ વિકાસલક્ષી છે અને વિકાસના કામોના કારણે જીત થઇ છે : મેયર
મેયર બીનાબેન કોઠારીએ બજેટને વિકાસલક્ષી ગણાવીને વિરોધપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના કામોને લીધે ભાજપને શહેરીજનોએ જીત આપી સતાનો મેંન્ડેડ આપ્યો છે.જો કે મહાનગરપાલિકામાં વિરોધપક્ષનું સંખ્યાબળ ઓછુ હોવા છતાં રાજકીય રીતે બજેટ બેઠકમાં શાસકપક્ષને રાજકીય રીતે આક્રમક બન્યું હતું. જો કે શાસકપક્ષએ પણ વિરોધપક્ષને જવાબ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો