તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામજોધપુર પોલીસે પીછો કરી કારમાંથી 233 બોટલ દારૂ પકડ્યો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના 3 શખસો ઝડપાયા: જૂનાગઢના સપ્લાયર સહિત 3 ફરાર

જામજોધપુર પંથકમાં સ્થાનિક પોલીસે બે કારનો ફિલ્મીઢબે પીછો કરી વિદેશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે બે કાર અને એક બુલેટ સાથે પોરબંદર પંથકના ત્રણ શખસોની અટક કરી છે. બંને કારમાંથી કુલ 233 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં દારૂના સપ્લાયર તરીકે જૂનાગઢના શખસનું નામ ખૂલ્યું છે.જામજોધપુર પંથકમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાટણ ગામ નજીક રવિવારે રાત્રે વોચ ગોઠવી હતી ત્યારે બુલેટ દ્વારા પેટ્રોલિંગ કરી બે કાર પસાર થઈ હતી જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા તેઓ નાસી છૂટ્યા હતા.

પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કર્યો જેમાં બુલેટમાં સવાર પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે રહેતા હીરા પાંચા ચાવડા, કરશન ઘેલા ઓડેદરા અને લખમણ કરણાભાઈ ખુંટી નામના ત્રણેય શખસોના કબજાની કારમાંથી 233 બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.1,16,500ની કિંમતનો મળી આવ્યો હતો. પોલીસે 3 મોબાઈલ, 2 કાર, 1 બુલેટ સહિત રૂા.5,13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો જૂનાગઢના લખન મેરૂભાઈ ચાવડા નામના શખસે સપ્લાય કર્યો હોવાનું સામે આવતા તેને ફરાર જાહેર કર્યો હતો. આ ઉપરાંત દરોડા દરમિયાન રાત્રિના અંધારાનો લાભ લઈ દેવા પાંચા ચાવડા અને સુરા પબા વંશ નામના બે ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...