તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:દરેડ પાસે રહેણાંક મકાનમાં જલેબી તળતા ગેસનો બાટલો ફાટ્યો, સિમેન્ટના છાપરા ઉડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસીતિયા રોડ પર ધડાકો થતાં ટોળા ઉમટ્યા: બંને લોકો બહાર નીકળી જતાં બચાવ

જામગનર નજીક દરેડ-મસીતિયા રોડ પર રહેણાંક મકાનમાં ઝલેબી તળતા આગ લાગતા ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા મકાન પરના સિમેન્ટના છાપરા તૂટી ગયા હતાં. જો કે, મકાનમાં રહેતા બંને લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી. ધડાકો થતાં લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

દરેડ-મસીતિયા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ મકાનમાં રહેતા બે પૈકી એક વ્યકિત ઝલેબી તળી રહ્યો હતો. આ સમયે અચાનક ગેસ સીલીન્ડરમાં આગ લાગી હતી. આથી મકાનમાં રહેતાં બંને વ્યકિત ઘરની બહાર નીકળી ગયા હતાં. થોડી મિનિટોમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા ધરવખરી બળી ગઇ હતી તો મકાન પરના સિમેન્ટના છાપરા ભૂકકો બોલી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. પરંતુ તે પૂર્વે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

અન્ય સમાચારો પણ છે...