તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલખી યાત્રા:જામનગરમાં જૈન મુનિવર કાળધર્મ પામ્યા, ઓશવાળ કોલોની ખાતેથી 4 વાગ્યે પાલખીયાત્રા યોજાશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવકોમાં શોકની લાગણી છવાઈ

જામનગરમાં પ.પૂ પન્યાસ વ્રજસેન વિજયજી મહારાજ સાહેબ સોમવારે મોડી રાત્રે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.

જ્યારે વ્રજસેન વિજયજી મહારાજ સાહેબ ત્રણ દિવસથી નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ઓશવાળ કોલોનીમાં આવેલા આલસવાલ જૈન ઉપાશ્રય ખાતે તેમને લાવવામાં આવ્યા હતા ત્યાં સતત નવકાર મંત્ર જાપ ચાલુ રાખ્યા બાદ મોડી રાત્રે 10.30 વાગ્યા આસપાસ તો કાળધર્મ પામ્યા હતા .

મહારાજ સાહેબની પાલખી યાત્રા આજે શહેરના અલગ-અલગ રૂટ પર જેમાં ઓસવાળ કોલોની ચંપા વિહાર, કામદાર કોલોની ,લાલ બંગલા ટાઉનહોલ ,રતનબાઇ મસ્જિદ, ચાંદી બજાર ચોક, સેન્ટ્રલ બેન્ક ,ખંભાળિયા ગેઇટ, દિગ્વિજય પ્લોટ ,પોલીસ ચોકી રોડ ,સહિતના વિસ્તારોમાં 4 વાગ્યે દેરાસરથી નીકળશે તેવું અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...