તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમવિદાય:જૈન સાધ્વીજી જયોતિમાલાશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલખીયાત્રામાં જૈન શ્રાવક અને શ્રાવિકાઓ ભારે હૈયે જોડાયા

વાગડ સંપ્રદાયના આચાર્ય ભગવંત કલાપ્રભસુરી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંત ચંદ્રલતાજી મ.સા.ના શિષ્યા સાધ્વીજી જયોતિમાલાશ્રીજી બુધવારે સવારે 5:30 વાગ્યે પોપટ ધારશી બોર્ડીંગ ઉપાશ્રયમાં નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા હતા.

આ સમયે જૈન સમાજના સાધુ અને સાધ્વીજીઓ, મહાસતિજીઓ, જૈન અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં અને સૌએ તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓની પાલખી યાત્રા બુધવારે સાંજે 4 વાગ્યે બોર્ડીંગ ઉપાશ્રયેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભારે હૈયે જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...