નિશા ગોંડલિયાનો સનસનીખેજ આક્ષેપ:લંડનની જેલમાં બંધ ભૂમાફિયા જયેશ પટેલને રાજ્યના મોટા નેતાઓની ઓથ છે, જામનગર એસપી અને ઈડી સમક્ષ અરજી કરી

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિશા ગોંડલીયાએ જયેશ પટેલ વિરુદ્ધના પુરાવાઓ પોલીસ અને ઈડીનો આપવાની તૈયારી બતાવી

જામનગરના ભૂમાફિયા ગેંગસ્ટર જયેશ પટેલની ગુજરાતના ટોચના રાજકીય અગ્રણીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતી અરજી બીટકોઈન કૌભાંડના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલીયા એ ગુજરાત પોલીસ અને દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આપી છે.જેમાં જયેશ પટેલને લઈ સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે.

બીટકોઈન કૌભાંડના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલીયા એ કરેલી અરજીમાં જણાવ્યું છે કે જામનગરમાં ભૂમાફિયા ગેંગસ્ટર જે હાલ લંડન જેલમાં રહેલા જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની ગુજરાતના રાજકારણીઓ સાથે હાઈ પ્રોફાઈલ લિંકના પુરાવા આપવાની ઓફર કરી છે. નિશા ગોંડલીયા એ ગુજરાત પોલીસને અરજી મોકલી છે. જામનગરના ગેંગસ્ટર હાલમાં લંડન જેલમાં રહેલા જયેશ પટેલની છ માર્ચ 2021 ના રોજ ધરપકડ થયા બાદ થી લંડન ની જેલમાં બંધ છે 30 મેથી લંડન માં વેસ્ટ મીન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પ્રત્યાપર્ણ અંગેની સુનવણી ચાલી રહી છે જયેશ પટેલ સામે ચાર આરોપો છે જેમાં 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા, 2019 માં રીયલ એસ્ટેટ બ્રોકર પ્રોફેસર પુરુષોત્તમ રાજાણીની હત્યાનો પ્રયાસ, 2019 માં રીયલ એસ્ટેટ બ્રોકર જયસુખ પેઢારીયા ની હત્યાનો પ્રયાસ અને 2020 બિલ્ડર ગીરીશ ડેરની હત્યાના પ્રયાસનો આરોપ છે. જેમાં પોલીસ જયેશ પટેલની ધરપકડ કરવાની બાકી છે.

નિશા ગોંડલીયાએ આપેલી અરજીમાં રાજ્યના ટોચના નેતાઓની જયેશ પટેલ સાથે સીધી સાંઠગાંઠનો આક્ષેપ કર્યો છે. આ અરજી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ને મોકલી આપવામાં આવી છે. નિશા ગોંડલીયા એ અરજીમાં જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટના રોજ લંડન કોર્ટ જયેશ પટેલ ને કોર્ટમાં હાજર રહેવા માટે તેને સમન્સ જારી કર્યું હતું તે સમયે તે યુકેની કોર્ટમાં હતો કોર્ટની કાર્યવાહી દરમિયાન આ કેસ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને મને જયેશ પટેલ અને યુકેમાં તેના ગુજરાતના સહયોગીઓ વિશે દસ્તાવેજો ફોટોગ્રાફ, વોઇસ નોટ અને વસ્તુઓ જેવા કેટલાક પુરાવાઓ મળ્યા. જ્યારે વધુમાં નિશા ગોંડલીયા એ જણાવ્યું હતું કે, જયેશ પટેલના સતત સંપર્કમાં રહેલા વ્યક્તિઓની વિગતો પણ તેમની પાસે છે. આ તમામને ખુલ્લા પાડવા માટે પોલીસ અને સરકારને આ પુરાવા આપવા માંગે છે.

નિશા ગોંડલીયા એ 2019 માં દુબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જયેશ પટેલ જ્યારે તેને દુબઈમાં મળ્યો હતો ત્યારે તેણે કરોડો રૂપિયાના બીટકોઈન પચાવી લીધા હતા. ત્યારથી તેણીએ તેની સામે ઘણી ફરિયાદો નોંધાવી છે બીજી તરફ આઠ જાન્યુઆરી 2021 ના રોજ જયેશના ઇશારે તેના પર ફાયરિંગ થયું હતું અને ફાયરિંગ કરાવનાર બે શખ્સોને પકડી એટીએસ ઝડપી લીધા હતા.તેમજ આ કેસમાં એક રાજકાણીની કથિત ભૂમિકા હતી અને તે હજુ પણ તે જયેશ પટેલના સંપર્કમાં છે જયેશ પટેલ તેના સગાઓ દ્વારા હવાલા રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે ગુજસીટોક માં જયેશ પટેલ ભાગેડુ જાહેર કરાયો છે.

સુત્રોના કહેવા પ્રમાણે સમગ્ર કેસમાં એક રાજકારણીનો મોટો રોલ છે અને હજુ જયેશ પટેલ સાથે સંપર્કમાં છે. જયેશ પટેલ મળતીયાઓ મારફત હવાલા કૌભાંડ ચલાવી રહ્યો છે. ગુજરાતમાં ગુજસીટોકનો આરોપ ધરાવતા એક અપરાધી પણ તેને મદદ કરી રહ્યો છે. આ અપરાધી હાલ દુબઇમાં છે.

અન્ય સમાચારો પણ છે...