કાર્યવાહી:વાહનની લોન લઈ હપ્તા ન ચૂકવનાર શખસને જેલ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્ટની નોટિસોનો જવાબ આપતો ન હતો
  • હપ્તા ન ભરનાર સામે ચેતવણીરૂપે કિસ્સો

જામનગર શહેરમાં આવેલી શ્રી રામ સીટી યુનિયન ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈ લોનના હપ્તા ચુકવવામાં ધાંધીયા કરતા આસામીઓને કસૂરવાર ઠેરવી જામનગરની કોર્ટે સિવિલ જેલ સજાનો હુકમ ફરમાવ્યો છે. જામનગર શહેરમાં રહેતા દિનેશ માવજીભાઈ કબીરા નામના વ્યક્તિને વર્ષ 2003માં વાહન લેવા માટે શ્રી રામ સિટી યુનિયન ફાયનાન્સ કંપની દ્વારા લોન આપવામાં આવી હતી.

પરંતુ લોન ભરવામાં ઠાગાઠૈયા કરતા શખસ સામે કંપનીએ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી હતી જે નોટિસ બજી ગયા છતાં તેની અવગણના કરવામાં આવી હતી જે બાદ કેસ ચાલી જતાં કોર્ટે દેણદારને જેલમાં શા માટે ના બેસાડવો તે પ્રકારની નોટિસ ઈસ્યુ કરી હતી જે પણ બજી ગયા છતાં કોઈ જવાબ ન આપતા અને લેણી રકમ ન ચૂકવતા જામનગરની સિવિલ કોર્ટે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, આ કોર્ટ કેસ પહેલા ફાયનાન્સ કંપની દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જેનો કોઇ પ્રત્યુતર ન મળતા કોર્ટ કેસ કરવામાં આવ્યો હતાે. જેમાં જેલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...