ચેક અર્પણ:‘જાડા’એ વિકાસ કાર્યો માટે મનપાને રૂા. 11 કરોડ આપ્યા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાડાના ચેરમેને મનપાના સીટી એન્જીનીયરને ચેક અર્પણ કર્યો
  • ​​​​​​​આરોગ્ય કેન્દ્ર, જલ સે નલ, રોડ રીપેરીંગ સહિતના કામનો સમાવેશ

જામનગર વિસ્તાર વિકાસ સતામંડળે મનપાને વિકાસ કાર્યો માટે રૂ.11 કરોડ આપ્યા છે. જાડાના ચેરમેને મનપાના સીટી એન્જીનીયરને ચેક અર્પણ કર્યો હતો. આરોગ્ય કેન્દ્ર, જલ સે નલ, રોડ રીપેરીંગ સહિતના કામનો સમાવેશ થાય છે.

જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ દ્વારા મહાનગરપાલિકાને જુદા-જુદા વિકાસ કામો માટે રૂ.11,02,50000 ની રકમનો ચેક શુક્રવારે જાડાના ચેરમેન વિજયકુમાર ખરડાી અને ચીફ એકઝીકયુટીવ ઓફીસર જીજ્ઞાસાબેન ગઢવી દ્રારા મહાપાલિકાના સીટી એન્જીનીયર ભાવેશ જાનીને અર્પણ કરાયો હતો.

મનપા દ્વારા આઉટડોર અને શહેર વિસ્તારમાં કામ માટે ગ્રાન્ટ સ્વરૂપે આ રકમ ફાળવવામાં આવી છે. જેમાં શહેરના આરોગ્ય કેન્દ્રના અપગ્રેડેશન માટે રૂ.2 કરોડ, જલ-સે-નલ કાર્યક્રમ અંતર્ગત રૂ.5 કરોડ, સમર્પણ સર્કલથી બેડી બંદર રોડને જોડતા રસ્તાના રીસરફેસ અને વાઇડનીંગના કામ માટે રૂ.3.82 કરોડ, રાષ્ટ્રપતિની મુલાકાત અનુસંધાને રોડ રીપેરીંગ તથા વ્યવસ્થાપનના ભાગરૂપે રૂ.10 લાખ, ગત ચોમાસામાં ભારે વરસાદથી વોર્ડ નં.6 માં પાણી ભરાવવાની મુશ્કેલી અને તેના નિવારણ માટે રૂ.10.50 લાખનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...