ડીટેક્શન:ધાડપાડુ ગેંગનો 8 વર્ષથી ફરારી આરોપી ઝબ્બે

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરડવા પંથકમાં વાડીધારકને ધોકા વડે માર મારીને દાગીનાની લૂંટ પ્રકરણમાં સંડોવાયો'તો
  • પેરોલ ફર્લો સ્કવોડે મધ્યપ્રદેશના મછલીયા ઘાટ પાસેથી દબોચ્યો, સઘન પુછપરછ સાથે તપાસ શરૂ

જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં લગભગ આઠેક વર્ષ પુર્વે સાત ઘાડપા ડુઓની ગેંગે વાડીધારક પર ઘોકા વડે ઘાતક હુમલો કરીને સોનાના દાગીનાની લૂંટ-ધાડ પાડયાનો બનાવ બહાર આવ્યો હતો જે કેસમાં સંડોવાયેલા શખસને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે મધ્યપ્ રદેશના મછલીયા ઘાટ સુધી તપાસ લંબાવી દબોચી લીઘો હતો.સ થાનિક પોલીસે આ શખસની સધન પુછપરછ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

પોલીસસુત ્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર શહેર-જિ લ્લામાં પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપ ીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુની સુચનાના પગલે એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રાના નેતૃત્વમાં પોલીસ ટુકડી નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા વર્કઆઉટ કરી રહી હતી. જે વેળા સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર અને કાસમભાઇ બ્લોચ સહિતની ટીમને જામજોધપુર પોલીસમાં વર્ષ 2014માં નોંધાયેલા લૂંટ-ધાડ સંબંધિત કેસમાં નાસતો ફરતો આરોપી પુનમસિંહ બુસાભાઇ પણદા(રે. મછલીયા, જી.ધાર, મધ્યપ્રદેશ) વિશે ચોકકસ બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે તપાસનો દૌર મધ્યપ્ રદેશના ધાર જિલ્લા સુધી લંબાવ્યો હતો અને મછલીયા ઘાટેથ ી આઠેક વર્ષથી નાસતા ફરતા આરોપી પુનમસિંહને દબોચી લીઘો હતો.જે આરોપીનો કબજો સીટી એ પોલીસને સુપરત કરાયો હતો. જે બાદ હવે સ્થાનિક પોલીસ આઠેક વ ર્ષથી ફરાર રહેલા આરોપીની સધન પુછપરછ સાથે તપાસ આગળ ધપાવી છે.

ગોંડલના લૂંટ કેસમાં સંડોવણી
પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન ઉકત આરોપી પુનમસિંહ પણદાની ગોંડલ પોલીસ મથકમાં પણ વર્ષ 2014માં નોંધાયેલા આવા જ ગુનામાં સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ.લગભગ સાતેક ઘાડપાડુઓએ ઉકત ધાડને અંજામ આપ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જે આરોપી આઠેક વર્ષથી ફરાર હતો.

અન્ય સમાચારો પણ છે...