તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઇંગ્લીશ દારૂનો જથ્થો ગાંધીધામના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જોડીયાના ભાદરા સર્કલ પાસેથી સ્થાનિક પોલીસે રાત્રી પેટ્રોલિંગ વેળાએ બે કારને આંતરી ઇંગ્લીશ દારૂની 480 બોટલનો જથ્થો કબજે કર્યો હતો.જે દારૂ કચ્છના ગાંધીધામના શખ્સે સપ્લાય કર્યો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.પોલીસે મધરાતે ફિલ્મી ઢબે પીછો કરી ભાગવાનો પ્રયાસ કરતી કારને આંતરી લીઘી હતી.

જોડીયા પોલીસે પેટ્રોલિંગ વેળા ભાદરા સર્કલ પાસે કચ્છ બાજુથી આવતા એક કારને રોકવાનો ઇશારો કરતા ચાલક કાર હંકારી નાશી છુટયો હતો જેનો પોલીસે પીછો કરતા લગભગ દોઢ કિ.મી. દુર કાર પલટી મારી ગઇ હતી.જેની પોલીસે તલાશી લેતા અંદરથી દારૂની 190 બોટલ મળી હતી.જયારે ચાલક પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.પોલીસે કારના ચાલક જયરાજસિંહ ખેતુભા સોઢા(રે.ગલપાદર,ગાંધીધામ)ના કોવિડ ટેસ્ટની તજવિજ હાથ ધરી છે.આ દારૂ બાલાચડીના જયપાલસિંહ વાઘેલાએ મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે તેને પણ દબોચી લીઘો છે.

પોલીસ પુછપરછમાં આ દારૂનો જથ્થો કચ્છના ગાંધીધામના રાકેશ યાદવ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી દારૂ સપ્લાયર કરનાર શખ્સને પકડી પાડવા તપાસનો દૌર લંબાવ્યો છે.જયારે થોડીવાર બાદ આ કારની સાથે જ અન્ય એક ઇંગ્લીશ દારૂ ભરેલી કાર પસાર થતા પોલીસે તેને અટકાવવાતો પ્રયાસ કરતા તે કાર ચાલક અંધારાનો લાભ લઇને ભાગી છુટયો હતો.જે કારમાંથી પોલીસે દારૂની 290 બોટલ,કાર અને મોબાઇલ કબજે કરીને ફરાર ચાલક સહિતની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...