તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:કાલાવડમાં ઝાપટા વરસ્યા, લૈયારા ગામમાં અડધો ઇંચ

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ મોન્સુન એકિટવીટી:જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ
  • મોટા વડાળા અને નિકાવા ગામે ઝાપટા

જામનગર જિલ્લાના કાલાવડમાં સોમવારે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા જેમાં ત્રણ મીમી પાણી વરસ્યુ હતુ.ધ્રોલના લૈયારામાં રવિવારે અડધો ઇંચ અને કાલાવડના મોટા વડાળા અને નિકાવામાં ભારે ઝાપટા પડયા હોવાના વાવડ મળ્યા છે.

જામનગર જિલ્લામાં પ્રિ મોન્સુન એકિટવીટીના પગલે સોમવારે અમુક સ્થળે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં કાલાવડમાં સોમવારે સવારથી અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા વરસ્યા હતા જેમાં ત્રણ મીમી પાણી વરસ્યુ હોવાનુ કંટ્રોલરૂમે જણાવ્યુ હતુ.

ધ્રોલ પંથકમાં રવિવારે મોડી સાંજે હવામાન પલટાતા ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ પડયો હતો.તાલુકાના લૈયારા ગામે રાત્રી સુધી વરસેલા ભારે વરસાદી ઝાપટાઓએ બાર મી.મી. પાણી વરસાવ્યુ હતુ.જયારે કાલાવડના મોટા વડાળા અને નિકાવામાં અનુ ક્રમે સાત મીમી અને પાંચ મીમી વરસાદ સોમવારે સવાર સુધીમાં નોંધાયો હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.શહેર સહિત જિલ્લાના મોટા ભાગના સ્થળોએ દિવસભર ઉકળાટ અને બફારાનો માહોલ રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...