તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનની ધીમી ગતિ:જામનગર શહેરના તમામ વેપારીને 4 દિવસમાં રસી અશકય

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની તાકીદ સામે વેપારીઓનો સવાલ

જામનગર શહેરના તમામ વેપારીને તા.30 જૂન પહેલાં કોરોના પ્રતિરોધક રસી લેવા તંત્રએ તાકીદ કરી છે. જેની સામે વેપારી મહામંડળે 4 દિવસમાં તમામ વેપારીઓને રસી લેવી અશકય હોવાનું જણાવી સમય મર્યાદામાં વધારો કરવા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી માંગણી કરી છે.

જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.25 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાંમાં જણાવ્યાનુસાર તમામ પ્રકારની દુકાનો, વાણિજય સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પલેકસ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી બજાર, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લરો, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓએ તા.30 જૂન સુધીમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાની તાકીદ કરી છે. આટલું જ નહીં જો રસી નહીં લીધી હોય તો તે લોકો પોતાના વાણિજય એકમો ચાલુ રાખી શકશે નહીં તેમ સ્પષ્ટ પણે જણાવાયું છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, વેપારીઓ અને તેના કર્મચારીઓને ફરજીયાત વેકસીન લેવાનું જાહેરનામામાં જણાવાયું છે. પરંતુ હાલ જે સ્થળો પર વેક્સિનેશન થઇ રહ્યું છે ત્યાં રસીના ડોઝની માત્રા સિમિત હોવાથી અને સમય મર્યાદા હોવાથી ફકત 4 દિવસમાં શહેરના તમામ વેપારીઓ રસી લઇ શકે તે શકય નથી. આથી જામનગરના વેપારીઓ અને કર્મચારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવે અને સમય મર્યાદામાં પણ વધારો કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...