જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-2 પાસેથી કડીયાવાડના એક શખ્સને અંગ્રેજી દારૂની 221 બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. જેમાં દારૂ અને એક્ટિવા મળી કુલ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસને બાતમી મળી હતી
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો આવવાની હોવાથી, પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખાઈ રહી છે. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, દારૂ-જુગાર કરતાં ઇસમોને ઝડપી પાડવાં સુચના અપાઈ હતી. જે અનુસંધાને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાંથી દારૂ-જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા, ગ્રામ્ય વિભાગ તથા સર્કલ પીઆઇ એમ.આર. રાઠવાના માર્ગદર્શન મુજબ પંચ-બી ડીવી. પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એ. મોરી, સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
વિદેશી દારુ સાથે ઇસમને ઝડપ્યો
પંચકોશી-બી પોલીસ સ્ટેશનના ASI મહીપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ ખીમા જોગલને હકીકત મળી હતી. જેના આધારે દરેડ જીઆઇડીસી ફેસ-2 એપલ ગેઇટ-2 પાસેથી વૈભવ રમેશભાઇ ચતવાણી (ઉ.વ.29) રે. જામનગર કડીયાવાડ શાક માર્કેટ કોટફળીવાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના નંગ-221 કિ. રૂ. 25 હજાર 415 તથા એક્ટિવા, મોટરસાયકલ નં. (GJ10-CJ-9406) મળી કુલ મુદ્દામાલ કિ. 50 હજાર 415 સાથે ઇસમને પકડી પાડ્યાં હતા. જે અંગેની ફરીયાદ પંચ-બી ડીવીઝન પોલીસ સ્ટેશના પોલીસ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજાએ આપી હતી અને આ કામેની આગળની તપાસ એએસઆઇ એમ.એલ. જાડેજા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.