તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરણાપથ:તમારું નામ નીરજ છે ? પહોંચી જાવ અહીંયા અને રૂા. 501નું પેટ્રોલ પુરાવો સાવ મફતમાં !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો એથ્લેટીકસમાં આગળ વધે તે માટે જામનગરના પેટ્રોલ પંપ માલિકનો નિર્ણય

ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર નિરજ ચોપડાની સિદ્ધિથી યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી જામનગરમાં યુનો પેટ્રોલ પંપ દ્વારા નીરજ નામની કોઇ પણ વ્યક્તિને રૂ. 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જે આગામી 15ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

લાલપુર બાયપાસ ખીમલીયા ગામના પાટિયા પાસે આવેલા યુનો પેટ્રોલપંપના માલિક પરાગભાઈ એ જણાવ્યું હતું કે, ભાલા ફેંકમાં વિશ્વ સ્તરે નિરજ ચોપડાએ સિદ્ધિ મેળવી છે તે દેશ માટે ગૌરવની વાત છે. યુવાનો આ સિધ્ધિમાંથી પ્રેરણા લઈને સ્પોર્ટ્સ અને એથ્લેટીકસ રમતમાં આગળ વધે તે હેતુથી નીરજ નામની કોઇ પણ વ્યક્તિને રૂ. 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાનું 9 ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યું છે. આ ઑફરનો લાભ લેવા માટે નીરજ નામના વ્યકિતએ તેમનું ઓરીજનલ ફોટો આઈડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે અને એક જ વાર આ સુવિધાનો લાભ મળશે. અત્યાર સુધીમાં 29 નીરજ નામના વ્યકિતએ આ ઓફરનો લાભ લીધો છે.

નીરજના નામના વ્યકિતને ફ્રી ટુરીઝમ અને ભોજનથી પ્રેરણા મળી
કોલેજકાળ દરમ્યાન સ્પોર્ટ્સ અને એથ્લેટીકસ રમતો સાથે જોડાયેલો હતો. નીરજની સિદ્ધિથી યુવા વર્ગને પ્રેરણા મળે તે હેતુથી ગુજરાતમાં નીરજ નામના વ્યક્તિના ફ્રી ટુરીઝમ તેમજ રેસ્ટોરન્ટમાં જમાડવામાં આવે છે તેવા અહેવાલ મળ્યા હતાં. આથી યુવા વર્ગને નીરજની સિદ્ધિથી પ્રેરણા મળે તે હેતુથી ફ્રી પેટ્રોલ આપવાનો નિર્ણય કર્યો છે.> પરાગ શાહ, પેટ્રોલપંપ માલિક, જામનગર.

અન્ય સમાચારો પણ છે...