તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હોમગાર્ડ કચેરીમાં મતદાનમાં ગેરરીતિ કોંગ્રેસનો હોબાળો, ચૂંટણી પ્રક્રિયા રદ્દ

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોમગાર્ડ કચેરીમાં પોલીગ એજન્ટને અંદર ન જવા દેવાની બાબતમાં કોંગ્રેસના હોબાળાથી પોલીસ દોડી હતી અને ભારે ગરમાગરમીનું વાતાવરણ સર્જાઇ જવા પામ્યું હતું. - Divya Bhaskar
હોમગાર્ડ કચેરીમાં પોલીગ એજન્ટને અંદર ન જવા દેવાની બાબતમાં કોંગ્રેસના હોબાળાથી પોલીસ દોડી હતી અને ભારે ગરમાગરમીનું વાતાવરણ સર્જાઇ જવા પામ્યું હતું.
 • સરકારી કર્મચારી અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ
 • મોડીરાતે કલેકટરનો નિર્ણય : બેેલેટ પેપર લઇ જવાના બદલે હોમગાર્ડના જવાનોને ત્યાં જ મતદાન કરાવાતું હતું

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇને ચૂંટણી ઉપર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેમજ સુરક્ષા માટેના હોમગાર્ડઝના જવાનો દ્વારા બુધવારે પોસ્ટલ બેલેટ વિતરણ કરવાનું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે હોમગાર્ડ કચેરીમાં પોસ્ટલ બેલેટ વિતરણ કરવાની સાથો-સાથ મતદાન પણ કરાવવામાં આવતું હતું, જે બાબતે કોંગ્રેસે ભારે હોબાળો મચાવી કલેકટરને રજુઆત કરતા કલેકટર પણ ચોંકી ઉઠયા હતાં અને હોમગાર્ડની આખી ચૂંટણી પ્રક્રિયા રદ્દ કરી નવેસરથી કરવાની જાહેરાત કરી હતી.

સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે નિયમ મુજબ જામનગરમાં એમ.પી.શાહ કોર્મસ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. જયાં મહાનગરપાલિકાની ચુંટણી માટે ફરજ સોંપાયેલા અંદાજે 250 થી 300 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત ચુંટણીમાં હોમગાર્ડઝના જવાનો પણ સુરક્ષા અંગેની જવાબદારીમાં જોડવામાં આવ્યા છે ત્યારે આ હોમગાર્ડઝના જવાનો માટે લાલ બંગલા ખાતે આવેલી જુની કલેકટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. આમા 532 હોમગાર્ડ જવાનોને બેલેટ પેપર વિતરણ કરવાના હતાં જેઓએ લઇ જઇ ઘરે મત આપી પોસ્ટ કરી શકતા હતા તેમજ ફેસીલેશન સેન્ટર ખાતે ઉભા થયેલા મતદાન મથક પર તે જમા કરાવી શકતા હતાં,

પરંતુ વિવાદાસ્પદ રીતે હોમગાર્ડ જવાનોને બેલેટ પેપર આપવાની સાથોસાથ મતદાન પણ કરાવવામાં આવતું હતું. જેની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમ પહોચી ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો, જે બાદ આ અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને પગલા લેવાની ખાત્રી આપી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની મિટીંગ બોલાવી હાેમગાર્ડ કચેરીમાં થયેલા મતદાન અને બેલેટ પેપર રદ્દ કરવાનો નિર્ણય લઇ નવેસરથી ચૂંટણી કરવાની જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, હોમગાર્ડ કચેરીમાં 400 જેટલા મતો પડી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો