જામનગરમાં જૈન એડ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ઇન્વેસ્ટીચર સેરેમની યોજાઈ હતી. જેમાં સ્કૂલમાં હેડ બોય, હેડ ગર્લ, સ્ટુડન્ટ ઍમ્બેસેડર, હાઉસ કેપ્ટન અને વાઇસ કેપ્ટન ઇલેક્ટ કરવામાં આવ્યા હતાં. આ બાળકોને વર્ષ દરમ્યાન સ્કૂલ દ્વારા અપાયેલી જવાબદારી નિભાવવાની હતી. સ્કૂલ દ્વારા આપવામાં આવેલ આ જવાબદારી નો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ કૌશલ્ય અને કળાનો વિકાસ કરવાનો છે.
આ જવાબદારી દ્વારા બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને સંકલન, શિસ્તબદ્ધતા વગેરે કળાનો સંચાર થાય છે અને સ્કૂલના અભ્યાસ પછી પણ આ કળા તેમના જીવનમાં ઉપયોગી નીવડે છે. આ સેરેમની માટે બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્કૂલ દ્વારા ઇલેક્ટ કરવામાં આવેલા વિદ્યાર્થીઓમાં કેવિન ગડા, ક્રીશિવ બકરાનીયા, નંદનીબા વાઢેર, દેવાંશી વૈષ્ણવ, હાજર ધ્રોલિયા, ધ્રુવી પરમાર, વીર સોરઠિયા, હર્ષ વસોયા, ઋષભ મારૂ, ધ્યાના દોમડિયા,રુદ્ર પનસારા, અભય મુંગરા, ઉજ્જવલ ચૌહાણને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેરેમનીનું આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ શિવાની આચાર્યના માર્ગદર્શન હેઠળ સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ ઝંખના ઠકરાર અને કજરી પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.