તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:જામનગરમાં 20 ગોડાઉનમાં તપાસ, 230 કિલો અખાદ્ય કેરીનો સ્થળ પર નાશ કરાયાે

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધના, અશોક, ભૂલચંદ, આઝાદ, ઓનેસ્ટ આઇસ ફેકટરીને રદી કન્ટેનર બદલવા સૂચના

જામનગરમાં કેરીના 20 ગોડાઉનમાં મનપાની ફૂડશાખાએ કરેલા ચેકીંગમાં 230 અખાઘ કેરીનો સ્થળ પર નાશ કરાયો હતો. પરંતુ એકપણ ગોડાઉનમાં કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી ન હોવાનું જણાતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. ચેકીંગ દરમ્યાન સાધના, અશોક, ભૂલચંદ, આઝાદ, ઓનેસ્ટ આઇસ ફેકટરીને રદી કન્ટેનર બદલવા સૂચના આપવામાં આવી છે. જામનગર મહાપાલિકાની ફૂડશાખાએ શહેરની સટ્ટાબજાર, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં 9 અને સુભાષ શાકમાર્કેટમાં 11 કેરી પકવતા ગોડાઉનમાં આકસ્મિક ચેકીંગ કર્યું હતું. જેમાં એકપણ ગોડાઉનમાં કાર્બાઇડથી કેરી પકવતા ન હોવાનું ખૂલતા ફૂડશાખાની તપાસ સામે શંકાની સાથે અનેક સવાલ ઉઠયા છે.

જો કે, તપાસ દરમ્યાન વાવાઝોડા અને વરસાદના કારણે નબળી અને અખાઘ 230 કીલો કેરી મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો. વધુમાં શહેરના ત્રણબતી, એમ.પી.શાહ ઉધોગનગર અને બેડેશ્વર વિસ્તારમાં આવેલી સાધના, અશોક, ભૂલચંદ એન્ડ કંપની, આઝાદ અને ઓનેસ્ટ આઇસ ફેકટરીમાં ચેકીંગ કરી પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા, રદી આઇસ કન્ટેનર બદલવા અને અન્ય કન્ટેનરો સાફ તથા કલર કરી ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરની ગ્રેઇન માર્કેટ, કૃષ્ણનગર, ખોડિયાર કોલોની, ચાંદી બજાર, માંડવી ટાવર, નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી ખાઘપદાર્થના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલાયા છે.

અહીંથી દૂધ, કેરી, શેરડીનો રસ, તેલના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા
પેઢીનૂમનોવિસ્તાર
માધવ ડેરીભેંસનું દૂધ(લૂઝ)કૃષ્ણનગર મેઇન રોડ
ઉમિયા ડેરીગાયનું દૂધ(લૂઝ)ખોડિયાર કોલોની
શાહ ડેરીભેંસનું દૂધ(લૂઝ)ખોડિયાર કોલોની
તન્ના ફૂડસમેંગો રાઇપવાણિયાવાડ
સાગર રસ સેન્ટરશેરડીનો રસમાંડવી ટાવર
શ્રીજી ટ્રેડર્સમર્સ્ટડ ઓઇલગ્રેઇન માર્કેટ
એન.કે.પ્રોટીનમર્સ્ટડ ઓઇલચેમ્બર રોડ
મહેતા એન્ટરપ્રાઇઝપ્રીમીયમ મર્સ્ટડ ઓઇલગ્રેઇન માર્કેટ
ધનવંતરી ટ્રેડર્સકચ્ચીઘાની મર્સ્ટડ ઓઇલગ્રેઇન માર્કેટ
સંદીપ ઇન્વેસ્ટમેન્ટકચ્ચીઘાની તેલપંચેશ્વર ટાવર
રણછોડદાસ ગોકળદાસકચ્ચીઘાની મર્સ્ટડ ઓઇલનાગનાથ ગેઇટ
અન્ય સમાચારો પણ છે...