જામનગરમાં છેતરપિંડી:દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી અનેકને શીશામાં ઉતાર્યા!

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજ બંધ કરતા રોકાણકારોમાં દોડધામ
  • રોકાણકારોને કરોડોનો ધુંબો : દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા, નાણાં પરત મેળવવા આટાંફેરા

જામનગરના એક દુકાનદારે દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી અનેક શહેરીજનોનને શીશામાં ઉતાર્યાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. કારણ કે, નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે. દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા ઉઠી છે.

શહેરમાં લાલબંગલા વિસ્તારમાં ખાણીપીણીની દુકાન ધરાવતા એક દુકાનદારે 2 થી 3 વર્ષ પહેલાં દુબઇમાં રોકાણ કરી 7 ટકા જેટલું તગડું વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી નાણાં લીધા હતાં. શહેરના ડોકટર, વેપારીઓ, વીમા વ્યવસાયસાથે સંકળાયેલા લોકોએ રૂ.20 થી 55 લાખ સુધીની રકમનું રોકાણ કર્યું હતું. દુકાનદારે શરૂઆતમાં રોકાણકારોને 7 ટકા વ્યાજ આપ્યું હતું. પરંતુ ચારેક મહિનાથી વ્યાજ બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે.

પુરાવા ન હોય રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો
દુબઇમાં રોકાણ કરી 7 ટકા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા દુકાનદારે રોકાણકારો પાસેથી મેળવ્યા હતાં. પરંતુ આ રકમના ચેક કે અન્ય કોઇ આધાર પુરાવા ન હોય ચાર મહિનાથી દુકાનદારે વ્યાજ દેવાનું બંધ કરતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

એક જ વીમાકંપનીના કર્મીઓના અડધા કરોડથી વધુ નાણાં
શહેરમાં આવેલી એક વીમાકંપનીના કર્મચારીઓના અડધા કરોડથી વધુ નાણાં દુકાનદાર પાસે સલવાયા છે. આ વીમા કંપનીના કર્મચારીઓએ તે ગ્રાહકના પ્રમિયમની રકમ પણ રોકાણ કરી હોવાનું અને અન્ય શહેરના એક આસામીના પણ બે કરોડથી વધુ નાણાં ફસાયા હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...