તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:જામનગરમાં ક્રિકેટ બંગલામાં પ્રેકટીસના સ્થળે સ્પોર્ટસ મ્યુઝિયમ ન બનાવવા રજૂઆત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયમંત્રીની ગાંધીનગરથી આવેલી ટીમ અને ક્રિકેટ એસો. સાથે બેઠક
  • મહાપાલિકાના વિસ્તારમાં મ્યુઝિયમ બનાવવા જગ્યા સૂચવવા સૂચન કર્યુ

જામનગરમાં શુક્રવારે સવારે ગાંધીનગરથી રમતગમત વિભાગમાં બાંધકામ બાબતોના અધિકારી ચૌધરી શહેરના ક્રિકેટ બંગલાના મેદાનમાં સૂચિત સ્પોર્ટસ મ્યુઝિયમ બની શકે કે કેમ તે અંગે જગ્યાનું નીરિક્ષણ કરવા ટીમ સાથે આવ્યા હતાં. આ તકે રાજ્ય કક્ષાના મંત્રી હકુભા જાડેજા તેમજ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા, સેક્રેટરી વિનુભાઈ ધ્રુવ, સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, ભરતસિંહ જાડેજા, ભીખુભા જાડેજા સાથે ચર્ચા કરી હતી.

જેમાં મેદાનમાં પ્રેકટીસના સ્થળે મ્યુઝિયમ ન બનાવવા અને ક્રિકેટની રમત સિવાયના અન્ય કોઈ કામ ન કરવા અને ક્રિકેટ સદાય જીવંત રહે તે માટે મેદાન ફરતે પ્રેક્ટીસ પીચ સહિતની અન્ય ક્રિકેટ સંલગ્ન સુવિધાઓનો વિકાસ કરવા રજૂઆત કરી હતી. ક્રિકેટ બંગલામાં સ્થળ નિરીક્ષણ દરમ્યાન અધિકારીની ટીમે સ્પોર્ટસ મ્યુઝિયમ બની શકે તેવી કોઈ અનુકૂળ જગ્યા જ નથી તેવું તારણ કાઢ્યું હતું.

રાજ્ય મંત્રી હકુભા જાડેજાએ આ તકે ઉપસ્થિત જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાને મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વિશાળ અને અદ્યતન સ્પોર્ટસ મ્યુઝિયમ બની શકે તેવી જગ્યા સૂચવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...