આંતરિક બદલી:જામનગર શહેર-જિલ્લાના 69 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીડર શાખાના ધર્મેન્દ્રસિંહ જાડેજાને સ્થાનિક ગુના શોધક શાખામાં મુકાયા

જામનગર શહેર-જિલ્લાના પોલીસ મથક ખાતે ફરજ બજાવતા 69 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો છે.જામનગર શહેર-જિલ્લામાં થોડા સમય પુર્વે પોલીસ કર્મચારીઓ અને પોલીસ સબ ઇન્સપેકટરની આંતરીક બદલીના હુકમ બાદ ગુરૂવારે ફરી જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીફો ચિંપ્યો છે જેમાં શહેરના એ ડીવીઝન,બી ડીવીઝન, સી ડીવીઝન ઉપરાંત ટ્રાફિક પોલીસ સહિત વિવિધ શાખામાં પોલીસ કોન્સટેબલ, હેડ કોન્સટેબલ અને એએસઆઇ પદે ફરજ બજાવતા પોલીસ કર્મીના આંતરીક બદલીના ઇન્ચાર્જ એસપીએ આદેશ કર્યા છે.

જેમાં રીડર શાખામાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જટુભા જાડેજાને સ્થાનિક ગુના શોધક શાખામાં એટેચ ફરજ પર મુકવામાં આવ્યા છે.આ ઉપરાંત સિકકા, લાલપુર, મેઘપર, જામજોધપુર, કાલાવડ, જોડીયા સહિતના પોલીસ મથક ખાતે ફરજ બજાવતા કર્મચારીને પણ અસર પરસ બદલીના આદેશ થયા છે.અત્રે ઉલ્લેખનીય છેકે, થોડા સમય પુર્વે પણ પોલીસ કર્મચારીઓ બાદ સાત પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીની આંતરીક બદલી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...