સેમિનાર:મહિલાઓની મુશ્કેલી નિવારણ માટે આંતરિક ફરિયાદ સમિતિ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામકાજના સ્થળે સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર
  • સખી-વન સ્ટોપ સેન્ટર, 181-અભયમ હેલ્પ લાઇનની માહિતી અપાઇ

જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી અને મહાનગર પાલીકાના સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ અટકાવ અને નિયંત્રણ) અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનારનું આયોજન શહેરના એમ.પી.શાહ ટાઉનહોલમાં કરવામાં આવ્યું હતુ.

જેમાં મહાનગરપાલીકાના મેયર બીનાબેન કોઠારીએ મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા અને પોતાના પરિવારને આગળ લાવવા મહિલાઓ આજે બહાર આવી છે અને ઘણી વખત મુશ્કેલીઓ અનુભવતી હોય છે કે ફરીયાદ કરવી કે કેમ?તો એવા સંજોગોમાં ચોક્કસપણે આગળ આવી અવાજ ઉઠાવવા સમજાવી પ્રોત્સાહિત કર્યા હતાં. સેમીનારમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર એ.કે. વસ્તાણી દ્રારા કામકાજના સ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને જો કોઇ મહિલા કર્મચારીને કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો તે ફરીયાદ કરી શકે તે હેતુથી

જામનગર મહાનગરપાલિકા દ્રારા આંતરીક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. વકીલ શીતલબેન ખેતીયાએ મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મફત કાનુની સહાય વિશે માહિતી આપી હતી. તદઉપરાંત મહિલાઓના અધિકારો અને મહિલા સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી-વન સ્ટોપ સેન્ટર, 181-અભયમ હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વગેરે અંગે માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્રારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...