હુકમ:જામનગર જિલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક ફેર બદલી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મામલતદારને બઢતી બાદ ખાલી પડેલી જગ્યાને અનુલક્ષીને કલેકટરનો હુકમ

જામનગર જીલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જીલ્લા કલેક્ટર દ્વારા કરાયેલી બદલીઓમાં એ. જી. જાડેજાને નાયબ મામલતદાર (ફોજદારી શાખા), બી. ડી. પ્રજાપતિને શિરસ્તેદાર શહેર પ્રાંત કચેરી, એમ.જે.ચાવડા પુરવઠા નિરીક્ષકને શિરસ્તેદાર પ્રાંત કચેરી, જામનગર(ગ્રામ્ય), એ. એ. રાઠોડને મહેસુલ મામલતદાર કચેરી કાલાવડ, વી. સી. રાઠોડને સર્કલ ઓફીસર કાલાવડ, એમ. આર. મારડીયાને જોડિયા મામલતદર કચેરી, પી.એ. છાંટબારને મામલતદાર કચેરી જામજોધપુર,

ડી. આર. વારાને (મહેસુલ) મામલતદાર કચેરી જામનગર શહેર, બી. આર. ગોહિલને ઝોનલ ઓફીસર પુરવઠા કચેરી, એચ. કે. જાદવને સર્કલ ઓફીસર જામનગર શહેર, એ.એચ.જાનીને (દબાણ) મામલતદાર કચેરી જામનગર શહેર, જે.એ.ડાંગરને પ્રાંત કચેરી લાલપુર, આર.એમ.ઝાલાને સર્કલ ઓફીસર ધ્રોલ મામલતદાર કચેરી, એન.ડી.ચાવડાને મામલતદાર કચેરી ધ્રોલ, એ.વી.ગરેયાને(મહેસુલ) મામલતદાર કચેરી જામજોધપુર, બી. વી. ભારવાડિયાને (મહેસુલ) મામલતદાર કચેરી જામજોધપુર, જે.એલ.ચાવડાને સર્કલ ઓફીસર શેઠવડાળા, એ.આર. જાડેજાને સર્કલ ઓફીસર જામજોધપુર મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...