વિરોધ:જામનગરની મેડિકલ કોલેજ ખાતે ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપેન્ડના મુદ્દે દેખાવ કર્યા

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાઈપેન્ડ રૂા.20,000 કરવાની માંગણી અન્યથા 14મીથી જલદ આંદોલનની ચીમકી

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ગુરૂવારે સવારે કોલેજ સંલગ્ન જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ સ્ટાઇપન્ડના મુદ્દે થઇ રહેલાં અન્યાયના વિરોધમાં દેખાવ કર્યા હતાં અને તા.14 સુધીમાં પ્રશ્ર્નનું નિરાકરણ કરવા સરકારને તાકીદ કરી હતી.

આજે ઇન્ટર્ન તબીબોએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજ અને તેમની સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવીએ છીએ. આ સંજોગોમાં 150 જેટલા સરકારી ઇન્ટર્ન તબિેબો કોરોના થી સંક્રમિત થયા છે. આ સમયગાળા દરમિયાન અમને 12,800 મહિને નાણાકીય વેતન સ્વરૂપે મળે છે જે અન્ય રાજ્યો અને ગુજરાત સરકારના તબીબી છાત્રોને ‘કોવિડ સહાયક’ માટેના ઠરાવ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (71/એ)માં કોવિડ-19 ડ્યુટી કરતા તબીબી છાત્રોને મળતા વેતન પ્રમાણે ખૂબ જ ઓછું કહેવાય. આ બાબતે નિર્ણય સરકાર દ્વારા જલ્દી લેવામાં આવે અને જો 14 ડિસેમ્બર 2020 સુધીમાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં ન આવે તો જલદ આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...