વિજેતાઓને અભિનંદન:સૈનિક સ્કૂલ બાલાચડીમાં આંતર સદન વોલીબોલ ચેમ્પિયનશિપ યોજાઇ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર સદન-સરદાર પટેલ સદન ફાઇનલિસ્ટ તરીકે ઉભરી આવ્યા
  • ટાગોર સદને ફાઇનલમાં સરદાર પટેલ સદનને 2-0થી હરાવ્યું

સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરમાં વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં 6 વરિષ્ઠ સદનની ટીમોએ ભાગ લીધો હતો. ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી હતી. ચેમ્પિયનશિપ લીગ કમ નોક આઉટ ધોરણે યોજવામાં આવી હતી. ટાગોર સદન અને સરદાર પટેલ સદન ફાઇનલિસ્ટ તરીકે ઉભરી આવ્યા હતા.

બંને ટીમોના શાનદાર પ્રદર્શન બાદ ટાગોર સદને ફાઇનલમાં સરદાર પટેલ સદનને 2-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. એકંદરે આંતર સદન વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23 ટાગોર સદને જીતી હતી. સરદાર પટેલ સદનના કેડેટ અમિત ગુર્જર અને શિવાજી સદનના કેડેટ ચંદ્રવીરને અનુક્રમે ચેમ્પિયનશિપના બેસ્ટ પ્લેયર અને બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી. સભાને સંબોધિત કરતા મુખ્ય અતિથિએ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને રમતગમતથી નેતૃત્વની ગુણવત્તાનો વિકાસ થાય છે, તેના પર ભાર મૂક્યો હતો અને સલાહ આપી હતી કે દરેક સદને તેની પોતાની રમત સંસ્કૃતિ વિકસાવવી જોઈએ જે કેડેટ્સ વચ્ચે સહાનુભૂતિ વિકસાવવામાં મદદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...