આયોજન:સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ હિંદી ડિબેટ સ્પર્ધા યોજાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્પિયનશિપ ટ્રોફી ગરૂડ હાઉસે જીતી : અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં સરકારે દેશની સુરક્ષામાં વધારે પૈસા ખર્ચવા જોઈએ, નહીં કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં’ વિષય પર હિંદી ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના 6 વરિષ્ઠ હાઉસે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક હાઉસમાંથી બે સહભાગીઓએ વિષયના સમર્થન અને વિરુદ્ધમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

દરેક કેટેગરીમાં ટોચના ત્રણ વક્તાઓને ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પ્રતાપ હાઉસના કેડેટ દેવસિંહ પરમાર, ગરૂડ હાઉસના કેડેટ અભિનવ અને આંગ્રે હાઉસના કેડેટ અક્ષયે વિષયના સમર્થનની કેટેગરીમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે વિષયના વિરૂદ્ધમાં ગરૂડ હાઉસના કેડેટ શ્રેયાંશ પાંડે, ટાગોર હાઉસના કેડેટ લવિશ અને પ્રતાપ હાઉસના કેડેટ સચિને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું.

ચેમ્પિયનશિપ ટ્રોફી ગરૂડ હાઉસે જીતી હતી જ્યારે દ્વિતીય અને ત્રીજું સ્થાન અનુક્રમે પ્રતાપ હાઉસ અને ટાગોર હાઉસે મેળવ્યું હતું. નિર્ણાયક તરીકે સેવા આપનાર લલિત યાદવે સંબંધિત વિષય પર પ્રકાશ પાડ્યો હતો અને પોતાના મંતવ્યો શેર કર્યા હતા. આ પ્રસંગે સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોતકૌર, વહિવટી અધિકારી સ્કોર્ડન લીડર મહેશ કુમાર અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...