આયોજન:જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં આંતર સદન અંગ્રેજી વાદવિવાદ પ્રતિયોગિતા સ્પર્ધા યોજાઈ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્પિયનશિપ ટ્રોફી પ્રતાપ સદને જીતી, દ્વિતીય અને તૃતીય સ્થાન અનુક્રમે ટાગોર હાઉસ અને આંગ્રે હાઉસે મેળવ્યું હતું

જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં આંતર સદન અંગ્રેજી વાદવિવાદ પ્રતિયોગિતા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો વિષય શું સાથિઓનો દબાવ વ્યક્તિત્વ વિકાસ માટે ફાયદાકારક છે ? ચર્ચા કરો કે આ વર્તન પર હકારાત્મક કે નકારાત્મક અસર કરે છે.સ્કૂલના તમામ 6 વરિષ્ઠ સદનમાંથી બે પ્રતિભાગીઓએ સ્પર્ધામાં તેમના ગૃહોનું પ્રતિનિધિત્વ વિષયના પક્ષ અને વિપક્ષમાં કર્યું હતું.

પક્ષ અને વિપક્ષની શ્રેણીમાં ટોચના ત્રણ વક્તાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ટાગોર સદનના કેડેટ ચેતન સરવૈયા, પ્રતાપ સદનના કેડેટ નીલ પટેલ અને આંગ્રે સદનના કેડેટ અભિષેક ગુપ્તાએ વિષયના પક્ષની કેટેગરીમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે વિષયના વિપક્ષમાં ગરૂડ સદનના કેડેટ અભિષેક રાજ, પ્રતાપ સદનના કેડેટ શુભમ ગરૈયા અને ટાગોર સદનના કેડેટ અમન કુમારે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું.​​​​​​​

ચેમ્પિયનશિપ ટ્રોફી પ્રતાપ સદને જીતી હતી જ્યારે દ્વિતીય અને તૃતીય સ્થાન અનુક્રમે ટાગોર હાઉસ અને આંગ્રે હાઉસે મેળવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના વહિવટી અધિકારી સ્ક્વોડન લીડર મહેશ કુમાર અને ગણિત શિક્ષક મયુરા જોશીએ સંબંધિત વિષય પર વાત કરી અને સાથિઓના દબાવ સાથે સંબંધિત તેમના અનુભવો શેર કર્યા હતા.

આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન કેપ્ટન રવિન્દર સિંહે વિજેતાઓ અને તમામ વક્તાઓને અભિનંદન પાઠવ્યા હતાં તેમણે તમામ ઇચ્છુક વક્તાઓની પણ પ્રશંસા કરી હતી. પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વાસ્તવિક ચર્ચા એ છે કે જે શીખવે છે તે અત્યંત સંસ્કારી રીતે શિખવે છે ત્યારે અસંમત થવા છતાં સંમત થવું પડે.

તેમણે કહ્યું કે સાથિઓનું દબાણ એ કુદરતી પરિબળ છે અને તે બે ધાર વાળું હથિયાર છે. સૈનિક સ્કૂલ બાલાચડી એવું વાતાવરણ પૂરું પાડે છે કે જ્યાં કેડેટ્સ સાથીઓના દબાણને હકારાત્મક રીતે હેન્ડલ કરતા શીખે છે. તેમણે સાથિઓ અને મિત્રો વચ્ચેનો તફાવત સમજાવ્યો અને કહ્યું કે વ્યક્તિ તેના મિત્રોની પસંદ કરી શકે છે પણ સાથીદારો નહીં. તેમણે એમ પણ કહ્યું કે સાથિઓનો દબાવ વ્યક્તિત્વ વિકસાવવામાં મદદ કરે છે અને સાથિઓના દબાણથી ન ડરવાની સલાહ આપી હતી. આ અવસરે નવા જોડાયેલા ઉપાચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર સહિત સ્કૂલનો સમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...