તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં છેતરપિંડીના ગુનાનો આંતરજિલ્લા આરોપી ઝડપાયો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોડે ન્યુ જેલ રોડ પરથી ફરાર આરોપીને દબોચી લીધો
  • પકડાયેલા આરોપીનો કબજો નવસારીની ગણદેવી પોલીસને સોંપાશે

જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જુદા જુદા ત્રણ જીલ્લાના ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ન્યુ જેલ રોડ વિસ્તાર ખાતેના મકાનમાંથી પોલીસે દબોચી લીઘો હતો.જેનો કબજો હવે નવસારીના ગણદેવી પોલીસને સોંપવાની તજવિજ હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરમાં લોકલ ક્રાંઇમ બ્રાન્ચના પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચરના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સ્ટાફના સલીમભાઇ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા અને રણજીતસિંહ પરમાર અને નિર્મળસિંહ જાડેજા વગેરે ટીમને જુદાજુદા ત્રણ જિલ્લાના ચીટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશે ચોકકસ બાતમી મળી હતી.

જેના આધારે પોલીસ ટુકડીએ ન્યુ જેલ રોડ પર એક એપાર્ટમેન્ટના મકાનમાં દોડી ગઇ નાસતા ફરતા આરોપી અલ્પેશ વિસનજીભાઇ ચોલેરાને પકડી પાડયા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં પકડાયેલો આરોપી નવસારી જીલ્લાના ગણદેવી પોલીસ મથક, વલસાડના પારડી પોલીસ સ્ટેશન ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકના ચીટીંગના ગુનામાં નાસતો ફરતો રહયો હોવાનુ ખુલ્યુ હતુ.આથી જામનગર પોલીસે આરોપીનો કબજો ગણદેવી પોલીસ સ્ટેશનને સુપરત કરવા માટે તજવિજ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો