કાર્યવાહી:જામનગરમાં સઘન નાઇટ ચેકિંગ શરૂ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં અસંખ્ય વાહનો ડીટેઈન કરાયા, કાગળો ન હોય તેમની પાસેથી હાજર દંડ વસૂલાયો

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેરમાં રોમિયો તંત્રની રંજાડ ને સંપૂર્ણપણે ડામી દેવા માટેનો વિશેષ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જામનગર શહેરના સીટી-એ ડિવિઝન, બી. ડિવિઝન, તેમજ સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે.

ખાસ કરીને રાત્રિનાં સમયે બેડીગેઇટ, ચાંદીબજાર, પંચેશ્વર ટાવર, હવાઈ ચોક સહિતના વિસ્તારોમાં કેટલાક લુખ્ખા તત્વો પોતાના બાઈક પર બેઠા રહીને સીન સપાટા કરતા હોય છે, જ્યારે કેટલાક વાહનચાલકો બેફામ ગતિએ વાહન ચલાવી કર્કશ હોર્ન વગાડીને ઘોંઘાટ કરી રહ્યા છે. ત્યારે કેટલાક બાઈક સવારો પોતાના નંબર પ્લેટના વાહનો સાથે ફરી રહ્યા છે.

તેવી માહિતીના આધારે આવા તત્વોને રોકવા માટે તેમજ તેઓના વાહનો ડિટેઇન કરી દંડકીય કાર્યવાહી કરવા માટે ની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ગઈ રાત્રીના સમયે પોલીસ દ્વારા ઠેરઠેર મોટા પાયે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 30 જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે અસંખ્ય લોકો પાસેથી હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ મોડીરાત્રે ખૂલી રહેતી દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...