ચકાસણી:ડેન્ટલ કોલેજના 4 વિભાગમાં પીજી કોર્સ શરૂ કરવા ઇન્સ્પેકશન

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના 8 તબીબની ટીમ દ્વારા ચકાસણી

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ચાર વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન કોર્સ શરૂ કરવા ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના 8 તબીબો દ્વારા ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં સ્ટાફ, સુવિધા, સારવાર માટે જરૂરી સાધનો સહિતના મુદા તપાસ્યા હતાં.

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં વર્ષ-2019 માં ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઇન્સેપેકશન બાદ પોસ્ટ ગ્રેજયુએશન શરૂ કરાયું હતું. કોલેજના બાકી ચાર વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન શરૂ કરવા શુક્રવાર અને શનિવાર બે દિવસ ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના 8 તબીબોની ટીમ દ્વારા ઇન્સેપેકશન કરાયું હતું. જેમાં તબીબોની ટીમે કોલેજમાં ડોકટર સહિતનો સ્ટાફ પૂરતો છે કે કેમ, જરૂરી સુવિધા, સારવાર સહિતના સાધનો તેમજ અન્ય જરૂરી મુદાની ચકાસણી કરી હતી. જેનો રિપોર્ટ કાઉન્સીલને સોપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...