તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જામનગરના ઉદ્યોગનગરમાં કારખાના, ગેરેજ, ચાની દુકાનોની મુલાકાત લઇ ચકાસણી કરાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ચાઈલ્ડ લાઈન 1098 દ્વારા બાળ મજુરી વિરોધી દિવસની ઉજવણી કરાઈ

જામનગર ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટના માર્ગદર્શન હેઠળ 12 જૂન વિશ્વ બાળમજુરી વિરોધી દિવસની ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા અેક અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં જામનગરના કારખાનાઓનું હબ માની શકાય તેવા ઉદ્યોગનગરમાં સંભવિત બાળમજૂર મળી શકે તેવા સ્થળો જેમ કે, કારખાના,ચાની દુકાન,ગેરજ સહિતની જગ્યાઓની રેન્ડમલી પસંદગી કરી તે સ્થળે ચાઈલ્ડલાઈનની ટીમ અચાનક પહોચી વિઝીટ કરી હતી.

કારખાનાની વિઝીટ દરમિયાન કારખાનાના માલિક અથવા સંચાલક સાથે વાતચીત દ્વારા ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી અપાઇ હતી અને કારખાનામાં ચાલુ કામના સ્થળોની મુલાકાત કરી ચકાસણી કરી કોઈ જગ્યાને 18 વર્ષથી નાના બાળકોને કામ પર રાખેલ છે કે કેમ? કારખાનની વિઝિટમાં તમામ મજુર 18 વર્ષથી ઉપરના જોવા મળ્યા હતાં.

ઉપરાંત ચાની દુકાનોની વિઝીટ દરમિયાન અમુક દુકાનોમાં બાળકો નજરે પડતા ટીમ દ્વારા દુકાનના માલિક સાથે વાતચીત કરતા દુકાન પર કામ કરતા બાળકોની ઉમરની તપાસ કરાઇ હતી અને બાળકોની ઉંમર 14 વર્ષથી વધુ હતી. આમ દુકાનદારોને સમજાવવામાં આવેલ કે 14 વર્ષથી નાની ઉમરના બાળકોને કામ પર રાખવા તે કાયદાકીય રીતે ગુનો બને માટે 14 વર્ષથી ઓછી ઉમરના બાળકોને ક્યારેય કામ માટે ન રાખવા જોઈએ. કારખાનાઓની અને દુકાનોની મુલાકાત દરમિયાન પેમ્પ્લેટ અને સ્ટિકરો દ્વારા બાળમજૂરી અટકાવવા માટે ટીમ દ્વારા અવેરનેસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...