અકસ્માત:ધ્રોલમાં ટેન્કર હડફેટે બાઈકચાલક પિતાની નજર સામે માસૂમ પુત્રનું મોત

જામનગર/ધ્રોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગગ્રસ્ત બાળક - Divya Bhaskar
ભોગગ્રસ્ત બાળક
  • અરેરાટી | બસ સ્ટેન્ડ સામે ખારવા ચોકડી પાસે સર્જાયેલો જીવલેણ અકસ્માત
  • ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો, ટેન્કરના ચાલક સામે ગુનો

ધ્રોલમાં રાજકોટ હાઇવે નજીક ખારવા ચોકડી પાસે ડબલસવારી બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇકસવાર માસુમ બાળકનુ મોત નિપજયુ હતુ. જયારે તેના ચાલક પિતાને નાની મોટી ઇજા પહોચતા તુરંત જ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા અમુભાઇ ખીમાભાઇ મકવાણા નામનો યુવાન બુધવારે બપોરે બાર વાગ્યાના સુમારે તેના ખારવા રોડ પર સ્થિત ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા પુત્ર સ્મિત (ઉ.વ.10)ને બાઇક પાછળ બેસાડીને બસ સ્ટેન્ડ સામે ખારવા ચોકડી પાસે રોડ પર પસાર થઇ રહયો હતો. જે વેળાએ જામનગર તરફથી પુરપાટ વેગે આવતા ટેન્કર ચાલકએ ડબલસવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઇક સવાર સ્મિત નામના માસુમ બાળકને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે ચાલક અમુભાઇને પણ શરીરે નાની મોટી ઇજા પહોચતા તેઓને તુરંત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે રાજુભાઇ ખીમાભાઇ મકવાણાની ફરીયાદ પરથી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો છે. ઇજાગ્રસ્ત અમુભાઇ અલીયા ગામે રહેતા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે. માસુમ બાળકના મૃત્યુથી પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...