કોંગી ધારાસભ્યના માથામાં ઇજા:કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પકડવા જતાં ઝપાઝપી, ધારાસભ્ય મૂસડીયા પડી જતાં ઇજા

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનો હાથ છૂટી જતાં કોંગી ધારાસભ્ય પડી જતાં માથામાં ઇજા : એક પોલીસકર્મી પણ ઘવાયો
  • જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે યુવાનોને ન્યાય આપવા દેખાવ: 52 કાર્યકરોની અટકાયત કરાઇ

ભાજપ સરકારના સુશાસનની ઉજવણીના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં અટકાયત દરમ્યાન પોલીસ અને કોંગી આગેવાનો-કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતાં કોંગી ધારાસભ્ય અને પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. પોલીસનો હાથ છૂટી જતાં કોંગી ધારાસભ્ય પ્રવીણ મૂસડીયા પડી જતાં માથામાં ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. લાલબંગલા સર્કલમાં યુવાનોને ન્યાય આપવા યોજાયેલા દેખાવ દરમ્યાન 52 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. કોંગ્રેસે રાજય સરકાર યુવા વિરોધીનો આક્ષેપ કર્યો હતો.

ભાજપ સરકારના સુશાસન વર્ષની ઉજવણી સામે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સોમવારના સામાજીક ક્રાંતિ અભિયાનનો કાર્યક્રમ લાલ બંગલા સર્કલમાં યોજાયો હતો. જેમાં રાજય સરકાર યુવા વિરોધી હોય યુવાનોને ન્યાય આપવા તથા સુખાકારી અને આરોગ્યમાં નિષ્ફળતાનું બિરૂદ પામેલી સરકારના વિરોધમાં ધરણાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આથી પોલીસે કોંગી આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમ્યાન પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઇ હતી.

જેમાં પોલીસનો હાથ મૂકાઇ જતાં કોંગી ધારાસભ્ય પ્રવીણ મૂસડીયા જમીન પર પડી જતાં માથામાં ઇજા થતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયારે એક પોલીસ કર્મી પણ પડી જતાં તેને પણ સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે દેખાવ કરતા 52 કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...