દુઃખદ:અકસ્માતમાં ઈજા, ડિસ્ચાર્જ થયા બાદ યુવાનનું મોત !

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ ટ્રક પાછળ અથડાતા ગંભીર ઇજા થઇ હતી
  • 2 દિવસથી ઉલટી બાદ તબિયત લથડી હતી

જામનગરના અલિયાબાડામાં રહેતા એક આહિર યુવાન મહિના પહેલા વાહન અકસ્માતમાં ઈજા પામ્યા પછી તેઓએ સારવાર મેળવી હતી. તે પછી ઉલટીઓ શરૃ થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજયું છે. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા રાજેશભાઈ ભીખુભાઈ મકવાણા નામના અઠ્ઠાવીસ વર્ષના આહિર યુવાન ગત તા. 14 એપ્રિલની બપોરે પોતાના મોટરસાયકલમાં રાજકોટ ધોરીમાર્ગ પર જતા હતા. આ યુવાન જ્યારે બાણુગાર ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે આગળ રોડ પર બંધ પડેલા ટ્રકના પાછળના ભાગમાં તેઓ કોઈ રીતે અથડાઈ પડયા હતા.

આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા રાજેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર અપાયા પછી રજા આપવામાં આવી હતી. ઘેર આવેલા આ યુવાનને બેએક દિવસથી ઉલટીઓ થતી હતી. તે દરમ્યાન ગઈકાલે સવારે આ યુવાનની તબીયત લથડતાં તેઓને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે દરમ્યાન ઘરે જ આ યુવાનનું મૃત્યુ થયુું છે. ભીખુભાઈ રાયધનભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...