NMMS પરીક્ષા-2023:બાળકોના વિકાસ પ્રત્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની એક અનોખી પહેલ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર તથા તેમના તમામ શિક્ષકઓ તથા આચાર્યઓના સંયુક્ત સંકલનથી એક અનોખી પહેલ કરવામાં આવેલ જે કદાચ ગુજરાત રાજ્યમાં પહેલી પહેલ ગણી શકાય.

મિશન NMMS અંતર્ગત પરીક્ષાલક્ષી માર્ગદર્શન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાના વિદ્યાર્થીઓને મળી રહે તે માટે તારીખ 1-1-2023 થી દર રવિવારે વર્ગો યોજવામાં આવેલ તથા ત્યારબાદ મહાવરા માટે ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ જેનાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળેલ.

ટેસ્ટમાં આવતા ટોપ 10 વિદ્યાર્થીઓને દાતાઓની મદદથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ તેમજ જે શાળામાં રવિવારે માર્ગદર્શન વર્ગ તથા ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હોય ત્યાં દાતાઓના સહકારથી નાસ્તો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ.

અગામી તારીખ 12-2-2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS પરીક્ષા 2023 નું આયોજન થનાર હોય ત્યારે ફ્રી NMMS ટેસ્ટનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડની ગાઈડલાઈન મુજબ લેવા માટે તારીખ 5-2-2023 ના રોજ નવાનગર સરકારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ પરીક્ષા સુધી તમામ વિદ્યાર્થીઓને મહાવરો મળી રહે તે હેતુથી તમામ શાળાઓમાં શાળા કક્ષાએ 30-1- 2023 થી 10-2-2023 સુધી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની આ અનોખી પહેલ બિરદાવવાને લાયક છે

અન્ય સમાચારો પણ છે...