તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્વપૂર્ણ કાર્ય:વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન માટે એક માત્ર ભારતની પસંદગી: વડાપ્રધાન મોદી

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા જનસામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

ધન્વંતરી જયંતીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએજામનગરમાં કાર્યરત ઇન્સ્ટીટયુઓફ પોસ્ટ ગ્રેજયુએટ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિધાલય અને ઇન્ડીયન ઇન્સ્ટિયુટ ઓફ આયુર્વેદીક ફાર્માસ્ટીકલ સાયન્સ કોલેજ ત્રણેય સંસ્થાને એક છત્ર હેઠળ લાવી તેના સાયુજય દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરી લોકાર્પણ કર્યું હતું.

આ તકે પ્રધાનમંત્રીએઆયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને ભારતનો વારસો ગણાવી કહ્યું હતું કે, કોરોનામહામારીમાં પારંપરીક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઇ રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવી ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદ રૂપી બહુ મોટી વિરાસત છે. પરંતુ આ જ્ઞાન વધુ શાસ્ત્ર - પુસ્તકોમાં જ રહયું છે. આથી ૨૧ મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે.

ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન અપાશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ધન્વંતરી દિવસે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા જનસામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે. જામનગરમાં આઇટીઆરએ સંસ્થાના ઈ-લોકાર્પણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહીત મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો