સ્નાતક પછીની તકની જાણકારી:જામનગર શહેરની ડેન્ટલ કોલેજમાં ભારતનો પ્રથમ ફાઉન્ડેશન કોર્સ શરૂ, વર્કશોપ યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્સનાલીટી, માનસિક તણાવ સહિતના વિષય પર માહિતી અપાઈ

જામનગરમાં આવેલી સમગ્ર સૌરાષ્ટ્ર અને કરછ જિલ્લાની એક માત્ર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ કે જેમાં દાંતની આધુનિક સરવારનો લાભ લોકોને મળી રહ્યો છે. ડેન્ટલ કોલેજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નવા એડમિશન થયેલા વિધાર્થીઓ માટે ચાલુ વર્ષે તા.24 માર્ચથી 31 ડીસેમ્બર સુધી ફાઉન્ડેશન કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાની કામગીરી અંગે ઓરિયેટેશન, દાંતની અલગ અલગ સારવાર તેમજ મેડિકલ સારવારની પ્રાથમિક માહિતી તદઉપરાંત અન્ય વિષયો જેવા કે પર્સનાલિટી અને લીડરશીપ ડેવલપમેન્ટ, મનોચિકિત્સક, આધ્યાત્મિક, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરેના વિશેષજ્ઞો દ્વારા વર્કશોપ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ સિનિયર્સ થતાં ટીચર્સ પ્રત્યેની સેન્સિટીવીટી અને રેગિંગ અંગેની સ્કિટ કરવામાં આવી જેમાં યુનિવર્સિટી ફેકલ્ટી ડીન પોપટ, તથા ડીસીઆઈ મેમ્બર કોઠારીએ હાજર રહી કાર્યકમને બિરદાવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્નાતક પછીની તકની જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...