તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂખ હડતાળ:જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબો આજથી બે દિવસની ભૂખ હડતાલ પર ઉતર્યા

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્ર સરકારના મિક્સોપેથી અને ખીચડીપેથીના વિરોધમાં 20-20ના સમૂહ દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી

જામનગરમાં ૧૧ ફેબ્રુઆરીએ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના આયુર્વેદ અને મોર્ડન મેડિસિનના એટલે કે મિક્સોપેથી તેમજ ખીચડીપેથીના વિરોધમાં દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ભૂખહડતાલ 1 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ચાલશે, જેમાં લોકો વારાફરથી ભૂખ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે જામનગર IMAના તબીબો ભૂખ હડતાલ પર ઉતર્યા છે.

તબીબોએ પોતાના હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને હડતાલને પાડી
તબીબોએ પોતાના હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને હડતાલને પાડી

હડતાલ દરમિયાન તમામ પ્રકારની મેડિકલ સેવાઓ ચાલુ રહશે
IMAના તબીબોએ જામનગરમાં સુમેર ક્લબ રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડની સામે છાવણી ઊભી કરીને 11 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીના બે દિવસ માટે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. જોકે આ હડતાલ દરમિયાન તબીબોએ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન અનુભવવી પડે તેના અનુસંધાને એસટી બસ સ્ટેન્ડ સામે માધવ હોસ્પિટલ ખાતે 20- 20ના સમૂહ દ્વારા વારાફરથી ભુખ હડતાલ કરવામાં આવી રહી છે. જેમાં તબીબોએ પોતાના હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને હડતાલને પાડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો